GSTV
AGRICULTURE Trending

PM કિસાન યોજના / 12મા હપ્તા પહેલા ઝડપથી કરી લો આ કામ, નહીંતર ખાતામાં પૈસા જમા થશે નહીં

કેન્દ્રની મોદી સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વર્ષમાં ત્રણ વખત 6 હજાર રૂપિયાની આર્થિક સહાય ખેડૂતોને આપે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના દ્વારા દર વર્ષે લાખો ખેડૂતોને પણ ફાયદો થાય છે. કેન્દ્ર સરકાર આગામી હપ્તાના નાણાં ટૂંક સમયમાં જ જાહેર કરવા જઈ રહી છે. જો તમે ઇચ્છો છો કે હપ્તાના પૈસા ખાતામાં કોઈપણ અવરોધ વિના જમા થાય તે માટે વહેલી તકે તમારું ઇ-કેવાયસી કરાવી લો.

કેન્દ્ર સરકાર સતત e-KYC અપડેટ કરવા માટે કહી રહી છે. નોંધનીય છે કે અત્યાર સુધી આ યોજનાના 11 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં, જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો, અને તમે આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો તમારે 31 જુલાઈ 2022 પહેલા તમારું ઈ-કેવાયસી કરાવવું પડશે. અન્યથા તમારા પૈસા ફસાઈ શકે છે. આ અંગેની વિગતવાર માહિતી પીએમ કિસાન પોર્ટલ (pmkisan.gov.in) પર આપવામાં આવી છે.

નોંધનીય છે કે, 11મો હપ્તો જમા કર્યા બાદ બાદ હવે સરકાર 12મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરવા જઈ રહી છે. આ માટે સરકારે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે 12મા હપ્તા માટે e-KYC ખૂબ જ મહત્વપૂર્ણ છે. PM કિસાન યોજનાના લાભાર્થી એવા તમામ ખેડૂતો માટે E-KYC ફરજિયાત છે. નહિંતર, તેમના ખાતામાં પૈસા આવશે નહીં. આવી સ્થિતિમાં, તે જરૂરી છે કે જ્યારે તમારું ઇ-કેવાયસી પૂર્ણ થાય ત્યારે જ તમારા ખાતામાં રકમ જમા થશે.

READ ALSO

Related posts

મંદીના એંઘાણ/ વિશ્વના સૌથી મોટા અર્થતંત્રમાં મંદી ટાળવા માટેના પ્રયાસો અપુરતા, IMFએ USનો વૃદ્ધિ દર ઘટાડ્યો

Hardik Hingu

અહીં મંદિરના પ્રસાદમાં મળે છે સેન્ડવીચ અને બર્ગર, લાડુને બદલે મળે છે ચાઉમીન…

GSTV Web Desk

ફ્રાન્સમાં 25 ટકા લોકો બહેરાશનો શિકાર, હેડફોનનો ઉપયોગ કરો છો તો જરૂર વાંચો આ સ્ટડી

GSTV Web Desk
GSTV