હિન્દૂ ધર્મમાં હોળીનો તહેવાર ખુબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ તહેવાર ભગવાનના પરમ ભક્ત પ્રહલાદની સ્વંમ ભગવાન દ્વારા કરવામાં આવેલી રક્ષાની યાદમાં ઉજવવામાં આવે છે. રંગોનો આ તહેવાર મનમાં ઉલ્લાસ ભરવા વાળો છે. પરંતુ આ બધા ઉપરાંત હોળી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એક ખાસ અવસર આપે છે. જો હોલિકા દહનના થોડા સરળ ઉપાય કરવામાં આવે તો ના માત્ર જીવનની ઘણી પરેશાની દૂર થઇ જાય છે, સાથે જ પૈસા પણ ઘણા મળે છે. આ વર્ષે હોલિકા દહન 17 માર્ચ 2022 ગુરુવારે છે.
હોલિકા દહનના દિવસે કરો આ સરળ ઉપાય

નોકરી અને ધંધામાં લાભ મેળવવાના ઉપાયઃ હોલિકા દહનના દિવસે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરો. આ પછી મા લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુ અને રાધા-કૃષ્ણની પૂજા કરો. આ પછી સાંજે પરિવારનો કોઈ સભ્ય એક નારિયેળ લઈને આખા પરિવાર પરથી ફેરવી લે અને તેને હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરી દે. આ ઉપાયથી પૈસા મેળવવાના ઘણા રસ્તા ખુલશે.
ધનની અછત દૂર કરવાના ઉપાય : દાનનું ઘણું મહત્વ છે. ખાસ પ્રસંગો પર દાન કરવાથી તેનો લાભ અનેક ગણો થાય છે. હોલિકા દહનનો દિવસ પણ ખાસ છે. નાની હોળીના દિવસે દાન કરવાથી ધનની ઉણપ દૂર થાય છે. આ ઉપાય કરવાથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મળે છે.

આર્થિક સંકટ દૂર કરવાના ઉપાયઃ જો તમે કોઈ આર્થિક સંકટમાં ફસાઈ ગયા હોવ અથવા આર્થિક સમસ્યા ખતમ થવાનું નામ નથી લઈ રહી તો હોલિકા દહન પહેલા લાકડાના ઢગલાનું પૂજન કરો અને તેને મીઠાઈ અને ફળ ચઢાવો. આ પછી હોલિકા દહનના સમયે હોલિકાને અગ્નિમાં ઘઉં, વટાણા અને ચણા અર્પણ કરો. જો ઘરની સ્ત્રી આ ઉપાય કરે તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે અને ટૂંક સમયમાં જ બધી આર્થિક પરેશાનીઓ દૂર થઈ જાય છે.
Read Also
- BIG BREAKING: એશિયન ગ્રેનિટો ઈન્ડિયા લિમિટેડ પર IT ના દરોડા, 200 અધિકારીઓ પોલીસ કાફલા સાથે 35થી 40 સ્થળે પાડી રેડ
- પાકિસ્તાનમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ! ઇસ્લામાબાદમાં સમર્થકોએ મેટ્રો સ્ટેશનને ચાંપી આગ, પોલીસે સેંકડો વિરોધીઓની કરી અટકાયત
- મલાઈકા અરોરા ટૉપ પહેરવાનું જ ભૂલી ગઇ! કરણ જોહરની બર્થ ડે પાર્ટીમાં બેધડક ઇનરવેર કર્યુ ફ્લોન્ટ
- Health Tips/ જો તમે આ રીતે બટાકા ખાશો તો તરત જ ઘટશે વજન, જાણો ખાવાની સાચી રીત
- રજત પાટીદારની ઝંઝાવાતી બેટિંગની આંધીમાં ઉડી લખનઉની ટીમ,LSGના બોલરોને ધોઇ RCBની કરાવી ક્વોલિફાયર-2 માં એન્ટ્રી