GSTV

ધનતેરસના દિવસે માં લક્ષ્મીની પૂજા સમયે કરો આ ઉપાય, લાંબા આયુષ્યની સાથે તિજોરીમાં થશે ધનની વર્ષા

Last Updated on November 13, 2020 by Ankita Trada

દિવાળીનાં બે દિવસ પહેલાં ધનતેરસનો પર્વ પણ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ પર્વ 13 નવેમ્બરના દિવસે શુક્રવારે ઉજવવામાં આવશે. શાસ્ત્રો મુજબ ધન પ્રાપ્તિ સિવાય ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબી ઉંમરની કામના સાથે અમુક સાર્થક ઉપાય અવશ્ય કરવો જોઈએ. જો તમે લાંબા આયુષ્યની સાથે જીવનમાં ભરપુર ધન ઈચ્છે છે તો ધનતેરસનાં દિવસે આ ઉપાય જરૂર કરો.

કરો આ સરળ ઉપાય

જે પ્રકારે દેવી લક્ષ્મી સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા હતા. તે પ્રકારે ભગવાન ધન્વંતરી પણ અમૃત કળશની સાથે સમુદ્ર મંથનમાંથી જ ઉત્પન્ન થયા હતા. માતા લક્ષ્મીને ધન વૈભવની દેવી કહેવામાં આવે છે. અને ભગવાન ધનવંતીને આરોગ્યનાં દેવતા કહેવામાં આવે છે. જીવનમાં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય હોવું પહેલું ધર્મ માનવામાં આવે છે. મા લક્ષ્મી પાસેથી લાંબુ આયુષ્ય તેમજ અપાર ધનનું વરદાન જોઈએ તો ધનતેરસનાં દિવસે તમારા ઘરને, આંગણાને અને વેપાર કેન્દ્રને દીપકથી જરૂર સજાવો. સાથે જ ધનતેરસનાં પર્વથી લઈને દીપાવલી સુધી રોજ 7 અથવા 11 દીપક ઘરનાં આંગણામાં જલાવો. આવુ કરવાથી વ્યક્તિને ઉત્તમ સ્વાસ્થ્ય તેમજ લાંબુ આયુષ્ય બંને વરદાન પ્રાપ્ત થાય છે.

ત્યાં બેસીને શ્રી સુક્તના પાઠ કરો

ધન પ્રાપ્તિ માટે ધનતેરસનાં દિવસે કોઈ પણ જૂના પીપળાનાં વૃક્ષની નીચે સૂર્યોદયની પહેલાં લગભગ સવારે પાંચ વાગ્યે તેમજ સૂર્યાસ્ત બાદ તરત ગાયનાં ઘીનાં 11 દીવડા જલાવો તેમજ ત્યાં બેસીને શ્રી સુક્તના પાઠ કરો. આ ઉપાયથી તમારી અનેક મનોકામના પુરી થવા લાગશે.

ધનતેરસનું મહત્વ

એવી માન્યતા છેકે, આ દિવસે નવી ભેટો, સિક્કા, વાસણો તેમજ ઘરેણાની ખરીદારી કરવી વધારે શુભ હોય છે. આ દિવસે શુભ મુહૂર્તના સમયે પુજામાં સાથે સાત ધાન ઘઉ, અડદ, મગ, ચણા, જવ, ચોખા અને મસૂરનું મહત્વ છે. ધનતેરસનાં દિવસે ચાંદી ખરીદવી પણ શુભ રહે છે.

READ ALSO

Related posts

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari

આલિયા કેટરીના અને દીપિકા પહેલા પોતાના ‘મિત્રની પત્ની’ને ડેટ કરતો હતો રણબીર કપૂર

Pritesh Mehta

કુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા બેંગ્લોરની જેલમાં પરત મોકલાયો, સુરક્ષા હેઠળ રવાના

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!