GSTV
Gujarat Government Advertisement

આ મધર્સ ડે પર તમારી માતા અને પરિવાર માટે એવું કરો કે નહીં સર્જાય પૈસાની તંગી

Last Updated on May 8, 2021 by Dhruv Brahmbhatt

આ વર્ષે મધર્સ ડે આવવા જ જઇ રહ્યો છે. અમે પણ સોશિયલ મીડિયાથી લઇને તમામ પ્લેટફોર્મ્સના માધ્યમથી મધર્સ ડેની અગાઉથી જ શુભકામના પાઠવીએ છીએ. પણ આ વર્ષે અમે ઇચ્છીએ કે તમે કંઇક અલગ જ કરો. પોતાની માતાના ભવિષ્ય માટે કંઇક પ્લાન બનાવો. તેમની માટે રોકાણ કરો. કારણ કે, આપણા સૌની માતા બાળકો માટે પોતાની તમામ જમા રકમને ખર્ચ કરતી હોય છે, તો આ મધર્સ ડે પર પોતાની માતાનું નાણાંકીય ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરો. એ માટે અમે તમારી થોડી મદદ કરી દઇએ છીએ અને થોડાંક રોકાણ માટેનો પ્લાન જણાવીએ છીએ.

તાજેતરમાં જ કરવામાં આવેલા એક સર્વેમાં નાણાંકીય મામલાઓમાં મહિલાઓનું બદલાતું સ્વરૂપ સામે આવ્યું છે. અંદાજે 70 ટકા મહીલાઓ પોતાના બાળકોની શિક્ષા માટે પૈસાની બચત કરે છે અને 54 ટકા પોતાના બાળકોના લગ્ન માટે પૈસા બચાવે છે. જ્યારે 76 ટકા મહિલાઓની પાસે જીવન વીમા પોલિસી છે. 29 ટકા મહિલાઓ મેડિકલ ઇમરજન્સીને વધારે પ્રાથમિકતા આપે છે અને તેની માટે પૈસા બચાવે છે.

ટર્મ ઇન્શ્યોરન્સમાં ખર્ચ કરો

નાણાંકીય સુરક્ષા સુનિશ્ચિત કરવા તરફ અને પ્રથમ પગલું છે ટર્મ ઇન્શ્યોરન્સમાં રોકાણ. જે સંપૂર્ણ રીતે સુરક્ષા પ્લાન છે. જેમાં નિશ્ચિત ઉંમર બાદ પેન્શન સિવાય અન્ય પણ કેટલાંક વિકલ્પ મળે છે. કોઇ દુર્ઘટના બાદ ટર્મ ઇન્શ્યોરન્સમાં પોલિસીધારક અથવા તો સ્કીમમાં નોમિનીને માસિક આવક અથવા તો પછી રોકાણની રકમના આધાર પર ચૂકવણી કરવામાં આવે છે.

ઇમરજન્સી ફંડ બનાવો

એક નિયમ ખુદથી બનાવી લો કે તમારી પાસે દરેક સમયે એક ઇમરજન્સી ફંડ ઉપલબ્ધ છે, જેથી વિકટ પરિસ્થિતિઓમાં તમે તમારી માતા અને પરિવારની આ રકમથી દેખભાળ કરી શકો. ઇમરજન્સી ફંડ માટે તમે તમારા પૈસા બચત ખાતામાં, ફિક્સ્ડ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટમાં રાખી શકો છો. વ્યક્તિને વર્તમાન આવકના 3થી 6 મહિનાની લિક્વિડિટી બનાવીને રાખવી જોઇએ અને આ જ સમય સાથે વધારીને 6થી 12 મહીના સુધી લઇ જવી જોઇએ.

સરકારી સહાયતા પ્રાપ્ત યોજનાઓમાં રોકાણ કરે

જો તમે ખુદ માતાપિતા છો તો તમારા બાળકોના ભવિષ્ય માટે બચત કરો. એકલી માતાઓ, વિધવાઓ માટે અનેક સરકારી સહાયતા પ્રાપ્ત ફંડ છે. તમારી બાળકી માટે સુકન્યા સમૃદ્ધિ યોજના, પીપીએફ અને જુદી-જુદી અન્ય યોજનાઓ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 6.9 ટકા વ્યાજ મળે છે તો આ મધર્સ ડે પર કંઇક નવું કરો. તમે તમારી માતા માટે પરિવારના ભવિષ્ય માટે થોડીક બચત યોજના બનાવો. મહિલાઓ પોતાના બાળકોના સપનાને ઉડાણ આપવા માટે થોડુંક રોકાણ કરે અને તેના ભવિષ્યને સુરક્ષિત કરે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!