શું ડાઈમન્ડ નગરી સુરત યુવતી માટે નથી સુરક્ષીત, 3 વર્ષની બાળકી સાથે થયું આવું

સુરતમાં ફરી માસૂમ બાળકી હવસનો શિકાર બની. આ વખતે હજીરામાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની છે. બાળકી ગુમ થયા બાદ મોડી સાંજે તે લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી. 108ની મદદથી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં બાળકીના પ્રાઇવેટ પાર્ટ્સમાં ઇન્જરી હોવાના કારણે ઓપરેશન કરાયું હતું. હાલમાં બાળકીની સારવાર ચાલી રહી છે. હાલમાં પોલીસ શકમંદોની પૂછપરછ કરી રહી છે. જે વ્યક્તિ બાળકીને લઇને આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત કેટલાક શકમંદોનું તબીબી પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે. ત્યારે આ ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાઈ જાય તેવી શક્યતા રહેલી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter