જેમ મિત્રનું નામ બગાડો એમ ફોનનું નામ બગાડીને કોમેન્ટ કરી દો, કંપનીને ગમશે તો થશો માલામાલ

આજના યુગમાં સ્માર્ટફોન એ આપણા કોઈ મિત્ર કરતા ઓછો નથી. જ્યારે પણ આપણે ફ્રી હોઈએ છીએ અથવા એકલતા અનુભવીએ છીએ ત્યારે તરત જ ફોન યાદ આવે છે. આ સમાચાર વાંચ્યા પછી તમને 20 હજારનો ઓનર પ્લે સ્માર્ટફોન મફત મળી શકે છે. એટલું જ નહીં તમે તમારા ફોનનુ ઉપનામ રાખીને HONOR Band A2 અને HONOR Bluetooth સ્પીકર પણ જીતી શકો છો.

આવી રીતે લો ભાગ

ચાઇનાની સ્માર્ટફોન કંપની ઓનરએ 17મી જાન્યુઆરી સુધી સ્માર્ટફોનની એક હરીફાઈ રાખી છે કે જેનું નામ છે nickname for smartphone. આ હેઠળ જો તમે તમારા ઓનર ફોનનું કોઈ ઉપનામ લખીને આ લિંક પરhttps://club.hihonor.com/in/topic/157672/detail.htm કોમેન્ટ કરો છો અને જો કંપનીને ઉપનામ ગમ્યું તો પ્રથમ ભેટ HONOR Play, અન્ય ભેટમાં HONOR Band A2 અને ત્રીજાને HONOR Bluetooth Speaker મફતમાં મળશે. ઉલ્લેખનીય છે કે કંપની 18 જાન્યુઆરીના રોજ વિજેતાનું નામ જાહેર કરશે.

હરીફાઈમાં ભાગ લેવાના નિયમો

જો તમે આ હરીફાઈમાં ભાગ લેવા માગો છો તો તમારે તમારા સ્માર્ટફોનનું ઉપનામ ટિપ્પણી બોક્સમાં લખવું પડશે. આ ઉપનામ તમારું પોતાનું હોવું જોઈએ, ગમે ત્યાંથી કોપી કરેલું નહીં. આ ઉપરાંત, જો તમે કોમેન્ટમાં ધમકી , ખોટી, ભ્રામક, અપમાનજનક, અશ્લીલ, દૂષિત, ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરો છો, તો તમારું આઈડી પ્રતિબંધિત કરવામાં આવશે. અને 18 વર્ષથી ઉપરનાં લોકો જ તેમાં ભાગ લઈ શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter