GSTV
Home » News » સીધી-સાદી યુવતીના રોલ બહુ કર્યા, હવે ‘સેક્સ’ના મુદ્દે બનનારી આ ફિલ્મ કરવા તૈયાર થઇ સોનાક્ષી, તમે પણ જુઓ ટ્રેલર

સીધી-સાદી યુવતીના રોલ બહુ કર્યા, હવે ‘સેક્સ’ના મુદ્દે બનનારી આ ફિલ્મ કરવા તૈયાર થઇ સોનાક્ષી, તમે પણ જુઓ ટ્રેલર

ખાનદાની શફાખાનાની તૈયારીમાં લાગેલી સોનાક્ષી સિન્હાનું કહેવું છે કે તેણે આ ફિલ્મ માટે એટલા માટે હા પાડી કેમ કે આજના સમયનો પ્રાસંગિક વિષય છે. તે કહે કે કોઈને પણ સેક્સ પર વાત કરવામાં સંકોચ ન રાખવો જોઈએ.

શિલ્પી દાસગુપ્તા દ્વારા નિર્દેશિત ખાનદાની શફાખાના એક એવી યુવાન છોકરીના વાત છે, જેના કાકાના મૃત્યુ પછી તેને વિરાસતમાં તેની પંજાબમાં આવેલી સેક્સ ક્લીનિક મળે છે.

સોનાક્ષીએ નિવેદનમાં કહ્યું કે, મેં આ ફિલ્મમાં એટલા માટે કામ કર્યું કેમ કે તે પ્રાસંગિક અને મહત્ત્વપૂર્ણ વિષય છે. જેના પર ચર્ચા થવી જોઈએ. હું નથી ઈચ્છતી કે કોઈ પણ મહિલા, પુરુષ આ વાત કરતા શરમ મહેસૂસ કરે.

મને આશા છે કે આ ફિલ્મમાં કામ કરવાથી તેમની હિંમત વધશે અને તે સંકોચ વગર આ સંબંધ પર વાત કરી શકશે. આ ફિલ્મ ઉપરાંત સોનાક્ષી દબંગ 3માં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે સલમાન ખાન જોવા મળશે. તેનું શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે.

Read Also

Related posts

ATMમાંથી પૈસા ચોરી કરવા આવેલા ચોરોથી ATM ન તૂટતા, રેકડીમાં ઉઠાવીને લઈ જતા હતા પણ…

Mayur

આંતરાષ્ટ્રીય કોર્ટમાં મોટી જીત મેળવ્યા બાદ કુલભૂષણ મામલે પાકિસ્તાન ઝુક્યું

Arohi

ધોનીના ક્રિકેટ સંન્યાસ વિશે તેના બાળપણના કોચે આપી આ સલાહ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!