GSTV

ભૂલથી પણ આ લોન ના લેતા નહીં તો વાર્ષિક 540 ટકા ચૂકવવું પડશે વ્યાજ, મહિને 400 કરોડની થાય છે હેરફેર

પગાર મળતા જ પરત કરવાના વાયદે મળતી ઉધાર એટલે કે પે ડે લોન પર અમેરિકાના 15 વિસ્તારોમાં પ્રતિબંધ છે. ચીને આવી લોનના વ્યાજ દરોની મહત્તમ મર્યાદા લગાવી દીધી છે અને યૂરોપના કેટલાક દેશોમાં કંઝ્યુમર ગ્રુપ્સ આના પર પ્રતિબંધ લગાવવાની લડાઈ લડી રહ્યા છે. જો કે, ભારતમાં આવી લોનનો વેપાર ખૂબ ફૂલ્યો-ફાલ્યો છે અને છેલ્લા બે વર્ષમાં ડઝનબંધ લેન્ડર્સે આવી લોન વહેંચવાનો વેપાર શરૂ કર્યો છે. પે-ડે લોનને 7થી 30 દિવસની વોન તરીકે લેવામાં આવે છે જેને બોરોઅર મંથલી સેલેરી મળતા વ્યાજ સહિત પાછી આપે છે.

દર મહિને 400 પે-ડે લોન

ભારતમાં દર મહિને લગભગ 400 કરોડ રૂપિયાની પે-ડે લોન અપાય છે જેનું દરરોજનું વ્યાજ 1થી 1.5 ટકા સુધી હોય છે. આ રીતે આ વાર્ષિક 365-540% સુધી પડે છે અને આની સરખામણીએ ક્રેડિટ કાર્ડ ઘણું સસ્તું છે. ક્રેડિટ કાર્ડ પર બાકીના રોલઓવર માટે કાર્ડ કંપનીઓ 2-3 ટકા મંથલી (24-36 ટકા વાર્ષિક) ચાર્જ કરે છે. જે વાત પે-ડે લોન કંપનીઓના હકમાં જાય છે, તે એ છે કે આ રિક્વાયરમેન્ટમાં લોનના ટ્રેડિશનલ સોર્સિસ જેટલા નથી નીકળતા. આને દાગદાર કે નબળી ક્રેડિટ હિસ્ટ્રીથી કોઈ ફરક નથી પડતો.

બળી ક્રેડિટ હિસ્ટ્રીનો માર

  • પે-ડે બોરોઅર્સ સામાન્ય રીતે સબ-પ્રાઈમ કસ્ટમર્સ હોય છે જેને રૂપિયાની જરૂર હોય છે અને તેની સામે બીજો ઓપ્શન પૂરો થઈ ચૂક્યો હોય છે.
  • આવા લોકોના નબળા રિપેમેન્ટ રેકોર્ડથી બેન્ક 15-20 ટકાના દરે પણ લોન નથી આપતી.
  • આ લોકો પોતાના ક્રેડિટ કાર્ડથી પણ કેશ નથી કાઢી શકતા કેમ કે તે પહેલાથી મેક્સિમમ લિમિટની નજીક હોય છે.

કોણ લે છે પે-ડે લોન?

હકીકતમાં, પે-ડે કંપનીઓને આનાથી વધુ વ્યાજ વસૂલવામાં મદદ મળે છે. પે-ડે બોરોઅર્સ સામાન્ય રીતે સબ-પ્રાઈમ કસ્ટમર્સ હોય છે જેમને રૂપિયાની સખત જરૂર હોય છે અને તેની સામે બીજો કોઈ વિકલ્પ નથી હોતો. આવા લોકોના નબળા રિપેમેન્ટ રેકોર્ડથી બેન્ક 15-20 ટકા રેટ પર પણ લોન નથી આપતી. આ લોકો પોતાના ક્રેડિટ કાર્ડથી પણ કેશ નથી કાઢી શકતા કેમ કે તે પહેલાથી જ મહત્તમ મર્યાદાની નજીક પહોંચી ગયા હોય છે.

ઓછી દસ્તાવેજી કાર્યવાહી

આવા બિઝનેસમાં લોન ડિસ્બર્સમેન્ટની સ્પીડ મહત્વની હોય છે. પે-ડે લોનમાં ડોક્યુમેન્ટેશન મિનિમમ હોય છે અને ડિસ્બર્સમેન્ટ ફટાફટ થાય છે. બોરોઅર્સને અમુક ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહે છે. આ સાથે લોન પીરીયડના અંતે દેવાની રકમના પોસ્ટ ડેટેડ ચેક આપવાનો હોય છે. પોસ્ટ ડેટેડ ચેક લેન્ડર્સ લોનની સિક્યોરિટી માટે માંગે છે. ચેક બાઉન્સ જવા પર ઈશ્યુઅર લેંડર પર નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ હેઠળ કેસ કરી શકે છે.

દેવાનું દલદલ

લોન મળવામાં સરળતા ફાયદો નજરે આવે છે પરંતુ આનાથી બોરોઅર્સની સમસ્યા લગભગ જ હલ થઈ શકે છે. અમેરિકન સરકારના કન્ઝ્યુમર ફાઈનાન્સ પ્રોટેક્શન બ્યૂરો પ્રમાણે, 80 ટકા પે-ડે લોન રોલઓવર કરવામાં આવે છે અથવા તેને ચૂકવવા માટે 14 દિવસોમાં બીજી લોન લેવામાં આવે છે. દર બેમાંથી એક બોરોઅર ડેટ ફ્રી થવા સુધી ઓછામાં ઓછા 10 દિવસ વધુ લે છે. ઘણાં મામલામાં બોરોઅર દેવાના ઉંડા દલદલમાં ફસાયા કરે છે. એટલા માટે અમેરિકાના મોટાભાગના ક્ષેત્રોમાં આના પર પ્રતિબંધ છે અને બીજા દેશોમાં પણ આ કારોબાર સરકારની નજરોમાં છે. ચીનમાં પે-ડે લોન માટે મેક્સિમમ ઈન્ટરેસ્ટ 36 ટકા વાર્ષિત ફિક્સ કરવામાં આવ્યું છે.

વ્યાજ દર અને પ્રોસેસિંગ ફી

આરબીઆઈએ વ્યાજ દરોની મહત્તમ મર્યાદા નક્કી કરવી જોઈએ. 1 ટકા ડેઈલીના વ્યાજ ભયાનક વ્યાજખોરી છે. આમાં બોરોઅર્સને ફક્ત ઉંચા વ્યાજદરનો માર જ નહિં લોનની રકમના 7 ટકા સુધી પ્રોસેસિંગ ફી પણ ભરવાની હોય છે. ચેક બાઉન્સ જવા પર અથવા રિપેમેન્ટ ડેટ વધવા પર 500-1000 રૂપિયાની પેન્લ્ટી લાગે છે.

પે-ડે લોન કે એડવાન્સ?

શોર્ટ ટર્મ લોન ઈન્ડસ્ટ્રીને ખાતર-પાણી રોકડની જરૂરિયાતથી મળે છે. એવું નથી કે બધા ધીરનાર ભારે ભરખમ વ્યાજ વસુલે છે. અમુક પે-ડે લોન કંપની નથી, પરંતુ પગારની એડવાન્સ કંપની છે. જેમનો ઉદ્દેશ્ય એ છે કે લોન લેનારાઓને તેમના રોકડ ફ્લો મેનેજમેન્ટમાં લોન આપીને તેમની સહાય કરવાની છે. જે ત્રણ માસિક હપ્તામાં ચૂકવી શકે એમ છે. આર્લિસ્લેરીડોટકોમ નામની ફર્મ માસિક પગારના અડધા જેટલી લોન આપે છે અને માસિક 2-2.5% વ્યાજ લે છે. આ ક્રેડિટ કાર્ડ બેલેન્સ ત્રણ મહિના માટે રોલઓવર સુવિધા તરીકે લઈ શકાય છે. કંપની દર મહિને 150 કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરે છે. એવું નથી કે પગારની લોન કંપનીઓ એક સ્યુડો-હોર્ડર છે જે લોકોને દેવું અને ચુકવણીના સ્વેમ્પમાં લલચાવે છે. આવા કેટલાક ધીરનાર લોન લેનારાઓને પહેલાથી જ ઉંચા વ્યાજ વિશે ચેતવે છે.ઋણદાતા દરરોજ 1% વ્યાજ લે છે પરંતુ રિપીટ બોરોઅરને નિરાશ કરવા માટે રેટ 1bps વધારી આપે છે.

READ ALSO

Related posts

નીતિશ અને ભાજપને લાગ્યો ઝટકો : ચારા કૌભાંડમાં લાલુને મળી ગયા જામીન, બિહારની ચૂંટણીમાં આવશે નવો વળાંક

Karan

IPL 2020: ક્રિસ ગેઇલ 41ની વય વટાવી દીધા બાદ આજે પણ અડિખમ છે

Mansi Patel

અલ્લાઉદ્દીનનો જાદુઇ ચિરાગ : લંડન રિટર્ન ડૉક્ટરને અઢી કરોડનો ચૂનો લાગ્યો, બહુ ઘસ્યો પણ જીન પ્રગટ જ ન થયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!