GSTV

વરસાદની સીઝનમાં આ રીતે રાખો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન, નહીં લેવી પડે હોસ્પિટલની મુલાકાત

Last Updated on June 10, 2020 by Karan

મૌસમનો પહેલો વરસાદ તેની સાથે ગરમી તથા લૂમાંથી રાહત મળી ગઈ છે. પરંતુ વરસાદની સીઝનમાં જો સાફ સફાઈનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી બીમારીઓ થઈ શકે છે. આ સીઝનમાં ઈન્ફેક્શન વધી જાય છે અને પાચનની પણ સમસ્યા થાય છે.

ઘણી વાર એવું બનતું હોય છે કે સીઝનની મજા લેવાના બદલે તમે દવાખાનાનાં આંટા મારતા હોવ. તો જાણો વરસાદની સીઝનમાં કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે, જેથી તમારું સ્વાસ્થ્ય સારું રહે. વરસાદની સીઝનમાં તળેલું અને વધારે મસાલા વાળું જમવાનું ન જમવું.

એવું જમવાનું જમો જે સરળતાથી પચી જાય અને હલકુફુલકું હોય. આ રીતે પાચનતંત્ર સારું રહે છે અને કબજિયાતની સમસ્યા પણ નથી થતી. વરસાદની સીઝનમાં ઈમ્યુનિટી પાવર ઓછો હોય તો ઘણી બીમારીઓ ઘર કરી જાય છે અને ઈન્ફેક્શન પણ ઝડપથી લાગી જાય છે. જમવામાં આદુ, હળદર, મધ, ડુંગળી અને મેથીનો ઉપયોગ કરો.

આ પદાર્થો તમારી ઈમ્યુનિટી વધારવા અને પાચનતંત્ર સરળ બનાવે છે. વરસાદની સીઝનમાં ડાયેરિયા અને કબજિયાત જેવી સમસ્યા થવી સામાન્ય બાબત છે.

આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે જેટલું બને તેટલું પાણી પીવું અને ફાસ્ટફૂડ ખાવાનું બંધ કરો. મેંદો અને બેસનની બનેલી વસ્તુ ખાવાનું ટાળો. આ સીઝનમાં એવું જમવાનું પસંદ કરો જેમાં ફાઈબરની માત્રા વધુ હોય. ફ્રૂટ લેવાનું વધુ ફાયદાકારક છે. જેનાથી પેટને લગતી સમસ્યા પણ નથી થતી.

Read Also

Related posts

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari

તમારા સૌભાગ્ય અને વિદ્યાને છીનવી લે છે તમારી આ આદતો, ગરૂડ પુરાણમાં બતાવી છે આ મહત્ત્વની વાત

Harshad Patel

Health Tips / તે કઈ કઈ વસ્તુઓ છે, જે તમારે ફરીથી ગરમ કરીને ક્યારેય ન ખાવી જોઈએ!

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!