GSTV
Gujarat Government Advertisement

મોદી સરકાર એક્શન મોડમાં, સોશિયલ મીડિયા પર ખોટી જાણકારી ફેલાવનાર પર લેવાશે કાયદાકીય પગલા

Last Updated on March 23, 2020 by Ankita Trada

કોરોના વાયરસ (corona virus)ને રોકવા માટે સરકાર તરફથી લોકડાઉનની જાહેરાત કરવામા આવી છે. જેથી લોકોને પણ ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. સાથે જ કોરોના વાયરસ સાથે જોડાયેલી અફવા અને ખોટી જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરવા પર રોક લગાવી દેવામાં આવી છે. સરકારે એડવાઈઝરી જાહેર કરી ચેતવણી આપી છે કે, કોઈ પણ આ પ્રકારનું વર્તન કરશે તો, તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

સેક્શન 79 હેઠળ કાર્યવાહી કરાશે

કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર કોરોના વાયરસ સાથે જોડાયેલી ખોટી પોસ્ટને લઈને એક એડવાઈઝરીમાં કહેવામા આવ્યુ છે કે, કોરોના સાથે જોડાયેલી ખોટી જાણકારી સોશિયલ મીડિયા પર ન નાખો. જે આ પ્રકારની અફવા અને ખોટા ડેટા સોશિયલ મીડિયા પર શેર કરશે, તેમના પર આઈટી એક્ટના સેક્શન 79 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

10 થી વધુ રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ

કોરોના વાયરસના વધતા મામલાઓના કારણે દિલ્હી, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના 10 થી વધુ રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિ છે, પરંતુ સોમવાર સવારે જે સ્થિતિ જોવા મળી છે, તેમાં ઘણી જગ્યાઓ પર લોકો રસ્તાઓ પર જોવા મળી રહ્યા છે. બાદમાં કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પત્ર લખીને લોકડાઉનનુ પાલન કરવા માટે અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીએ નારાજગી વ્યક્ત કરી

લોકડાઉનનુ પાલન ન કરનાર લોકો પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે અપીલ કરી છે કે, લોકડાઉનને હજુ પણ ઘણા લોકો ગંભીરતાથી લઈ રહ્યા નથી. કૃપા કરીને પોતાને બચાવો, પોતાના પરિવારને બચાવો. નિર્દેશોનું ગંભીરતાથી પાલન કરો. રાજ્યા સરકારને મારી વિનંતી છે કે, નિયમો અને કાયદાઓનુ પાલન કરાવીએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચોમાસામાં સાવધાની / મેલેરિયાનો ઉપદ્રવ ન વધે એટલા માટે પાલન કરો આ ગાઈડલાઈનનું, પાંચ મહિના ખુબ અગત્યના

Bansari

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Pravin Makwana

RBIએ આ ત્રણ સહકારી બેંકોને ફટકાર્યો મોટો દંડ, જાણી લેવો શું તમારું તો ખાતું નથી

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!