GSTV

એક OTP દ્વારા તમારું વૉટ્સઅપ એકાઉન્ટ થઈ જશે હેક, મિત્ર માગે તો પણ ભૂલથી ના આપતા

otp

મોબાઈલ ફોન દ્વારા નાણાકિય વ્યવહારો અને અન્ય કમ્યુનિકેશન કરતી વખતે સૌ કોઈ ‘વન ટાઈમ પાસવર્ડ (OTP) મેસેજ સ્વરૃપે મેળવતા હોય છે. હવે ઓટીપી (OTP)દ્વારા કોઈ વ્યક્તિના સમગ્ર વૉટ્સઅપ એકાઉન્ટ પર કબજો જમાવવાનું નવું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં હેકર્સ તમારા મિત્રનું વોટ્સઅપ એકાઉન્ટ હેક કરી તેમાંથી મેસેજ મોકલે છે. એ મેસેટમાં એવુ લખ્યું હોય કે ભૂલથી તને ઓટીપી (OTP)ફોરવર્ડ થયો છે, મને એ ઓટીપી(OTP) મોકલ.

otp

સૌથી મહત્ત્વની અને યાદ રાખવા જેવી વાત એ છે કે મિત્રએ પૂછ્યું હોવાથી એ ઓટીપી કોનો છે, તેની તપાસ વગર કદાચ આપણે મોકલી દઈએ. તો પછી આપણુ આખુ વોટ્સઅપ એકાઉન્ટ હેક થઈ શકે છે. હેકર્સ એ પછી આપણા તમામ મેસેજીસ વાંચી શકશે. ઓટીપી સામાન્ય રીતે વૉટ્સઅપ દ્વારા નહીં સાદા મેસેજ દ્વારા મોકલવામાં આવે છે. માટે વૉટ્સઅપમાં ઓટીપીની વાત આવે તો એવા મેસેજને શંકાની નજરે જ જોવો જોઈએ. હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને સિક્યુરીટી માટે ઓટીપીનો વ્યાપક ઉપયોગ થાય છે. માટેે હેકર્સે પણ તેનો દુરુપયોગ શરૃ કર્યો છે.

ઓટીપી (OTP) આપ્યો તો ફસાઇ જશો હેકરની જાળમાં

મિત્રનું એકાઉન્ટ કોઈએ હેક કર્યું છે, તેનો દરેક વ્યક્તિનેે ખ્યાલ નથી આવતો. વળી ઓટીપી (OTP) મોકલતી વખતે સાથે મેસેજ હોય કે ભૂલથી આવી ગયો અને ઈમર્જન્સી છે, માટે ઝડપથી ઓટીપી(OTP) આપો. આવી સ્થિતિની નવાઈ નથી, એટલે કોઈ પણ વ્યક્તિ જો સાવધાની ન રાખે તો આ જાળમાં ફસાઈ શકે છે.

અજાણ્યા નંબરથી મેસેજ આવે તો રહો સાવધાન

ઓટીપી

મિત્રના નંબર પરથી કે મિત્રના નામે અજાણ્યા નંબર પરથી મેસેજ આવે ત્યારે સાવધાની રાખવી જરૃરી છે. ઓટીપીનો(OTP) સંપૂર્ણ ઉપયોગ દરેક વ્યક્તિ સમજી શકતી નથી. ઓટીપી એ પાસવર્ડ હોવાથી ગુપ્ત રાખવાનો હોય, કોઈને જણાવવાનો નથી હોતો. આવા સ્કેમથી બચવા માટેે વૉટ્સઅપને ટુ-સ્ટેપ વેરિફિકેશન દ્વારા સુરક્ષીત કરવું પણ જરૃરી છે, જે વોટ્સઅપના સેટિંગમાં જઈને કરી શકાય છે.

Read Also

Related posts

PM-CARES ફંડમાં પારદર્શકતા મામલે 100 પૂર્વ અધિકારીઓએ ઉઠાવ્યા સવાલ, વડાપ્રધાન મોદીને લખ્યો ઓપન લેટર

Ali Asgar Devjani

મુંબઈ સ્થિત પોતાનું ઘર વેચી રહી છે કરિશ્મા કપૂર, 2020માં ખરીદેલા ઘર માટે મળશે આટલા કરોડ રૂપિયા..

Ali Asgar Devjani

વેક્સિનની ભરપાઈ માટે મોદી સરકાર કરશે આ કામ, બજેટમાં આ લોકો માટે લાવી શકે છે વેક્સિન સેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!