ભારતીય યુવકોએ કોઇપણ રિલેશનશિપમાં આવતા પહેલા ઘણી મહેનત કરવી પડે છે. પહેલા તો એક સારી છોકરી શોધવી પડે છે અને પછી તેનું દિલ જીતવુ પડે છે. આ દિલ જીતવાના ચક્કરમાં ઘણીવાર યુવકો ઉંધી હરકતો કરી નાંખે છે. અને જો વાતચીત શરૂ થઇ જાય તો યુવતીને ઇંપ્રેસ કરવા માટે ઘણીવાર એવી વાતો કહી દે છે જે યુવતીને સમજાઇ જાય છે કે આ યુવક બડાઇઓ હાંકી રહ્યો છે.

ફેંકૂ ન બનો
કોઇ યુવતી સાથે વાત કરવી પણ એક કળા છે. પરંતુ યુવતી સાથે વાત કરીને તેના ઇંપ્રેસ કરવાનો હુનર ઘણાં ઓછા લોકોમાં હોય છે. ઘણાં લોકો આ હુનર ન હોવાના કારણે હીન ભાવના અનુભવે છે પરંતુ કેટલાંક લોકો યુવતીને ઇંપ્રેસ કરવાના ચક્કરમાં તેને ચાંદ કરતાં પણ બેદાગ અને તાજ મહેલ કરતાં પણ વધુ ખૂબસુરત કહી દે છે. જો કે આ તો હકીકત છે, પરંતુ ફક્ત બોલવા ખાતર બોલવામાં કંઇક એવુ બોલી ન જવું જે તમને ફેંકુ વ્યક્તિની લિસ્ટમાં સામેલ કરી દે. આવી લાઇનોના ઉપયોગથી બચો.

મોટા મોટા સપના ન દેખાડો
યુવક કોઇપણ યુવતીને ઇંપ્રેસ કરવાના ચક્કરમાં મોટી મોટી વાતો તો કહી દે છે. જેમ કે દરેક વીકેંડ પર હિલ સ્ટેશન ફરવાની વાતો, પોતાની મિત્રો સાથે મસ્તીના દિવસોના ગુણગાન. પરંતુ આ વાતો યુવતીઓને ખટકે છે. કારણ કે રિલેશનમાં આવ્યા બાદ જો તમે ફક્ત આ વાતોથી જ કામ ચલાવી રહ્યાં છો, તો તેનાથી તમારા પાર્ટનરનો ભરોસો ઓછો થવા લાગે છે. તેથી આટલી લાંબી લાંબી ફેંકવાથી બચો.

પરિવારની નિંદા
યુવકો ઘણીવાર પોતાને એકલા-અટૂલા દેખાડવાના ચક્કરમાં પોતાના પરિવારના લોકોની નિંદા કરે છે. આવુ કરતી વખતે થોડા સમય માટે તે યુવતીની સહાનુભૂતિ તો મળી જાય છે પરંતુ થોડા સમય બાદ આ સહાનુભૂતિ તેમને બિચારા બનાવી દે છે. આવી ભૂલ ક્યારેય ન કરો.

પોતાની કમાણી અને ખર્ચાના ખોટા વખાણ
યુવકો ઘણીવાર પોતાની સેલરીને લઇને ખોટુ બોલી જાય છે. ઘણીવાર પરિસ્થિતિઓ તેમને આવુ કરવા માટે મજબૂર કરી નાંખે છે. હકીકતમાં યુવકને તે વાતનો અંદાજ હોય છે કે યુવતી થોડી ખર્ચાળ છે તો તે વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે કે તેને તેના ખર્ચાથી કોઇ સમસ્યા નથી. અને તે તમામ ખર્ચા ઉઠાવી શકે છે કારણ કે તેની કમાણી સારી છે. પરંતુ થોડા સમય બાદ જો તે જ યુવતી કોઇ પ્રકારની મદદ માંગી લે તો તે પોતાના હાથ ઉંચા કરી દે છે. કારણ કે પોતાના ખિસ્સાની હકીકતનો ખ્યાલ તેને ત્યારે જ આવે છે. તેવામાં પોતાની કમાણીની બડાઇ હાંકવાનું બંધ કરી દો.

એક્સ ગર્લફ્રેન્ડ વિશે
ભૂલથી પણ પોતાની એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત ન કરો અને તે રિલેશન તૂટવાનું કારણ પણ ન જણાવો. તેનાથી નેગેટિવિટી વધે છે. બની શકે છે કે જે વસ્તુઓને તમે તમારા હિસાબે સારી સમજો છો, તે યુવતી માટે ખોટી હોય. જો આવુ થયું તો કોઇ રિલેશન શરૂ થતા પહેલાં જ ખતમ થઇ શકે છે.
Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો