ડોક્યુમેન્ટનાં લોચા હશે તો હવે એરપોર્ટ પર કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 4 ઓક્ટોબરથી સરકારે ડિઝી યાત્રાની શરૂઆત કરવાનું વિચારે છે કે જેની અંદર ચહેરો બતાવીને એરપોર્ટ પર એન્ટ્રી મળશે. વિમાન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, આ ભવિષ્યનું એક મોટુ ડગલુ છે.ટુંક જ સમયમાં દરેક એરપોર્ટ પર બાયોમેટ્રિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. મંત્રાલય અનુસાર ફેબ્રુઆરી 2019 સુધીમાં ડિજી યાત્રા શરૂ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે સૌથી પહેલાં બેંગલુરુ અને હેદરાબાદમાં આ ટેક્નોલોજીની શરૂઆત થશે. ડિઝી યાત્રાનો હેતુ છે કે યાત્રીઓનો અનુભવ બદલે અને તૈયાર એરપોર્ટ મળે. ડિઝી યાત્રાની મદદથી નાગરિક ઉડ્ડયન મંત્રાલય ડિજિટલ બોર્ડિંગ ” બોર્ડિંગ પાસ ઔર સુરક્ષા ઈંટરેક્શન ” બનાવવા માંગે છે. આ યાત્રાનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું પડશે. જેમાં નામ, મોબાઈલ નંબર, જી-મેઈલ આઈડી અને આઈડી પ્રુફ જેવા ડોક્યુમેન્ટની જરૂર પડશે. ટિકીટ બૂક કરવા માટે એક યુનિક આઈડી મળશે. પહેલી વખત તપાસ કરવામાં આવશે. ત્યારપછી તેમને ડિઝી યાત્રા સાથે જોડી દેવામાં આવશે.
