GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

જો તમને ATMમાંથી નકલી નોટ નીકળી છે તો ગભરાશો નહીં, તુરંત કરો આ કામ

સામાન્ય રીતે જોવા મળી રહ્યું છે કે જ્યારે કોઈ શખસ એટીએમમાંથી નોટ કાઢતો હોય ત્યારે તેમાંથી નકલી નોટ પણ બહાર આવતી હોય છે. ત્યારે તેને એ સમજાતું નથી કે, તે હવે શું કરે અને શું નહી. એટીએમના વપરાશ દરમયાન આવી મુસીબતોનો લોકોને સામનો કરવો પડતો હોય છે. એટીએમમાંથી કેટલીક વખત નકલી નોટ નીકળવાના કિસ્સાઓ પણ સામે આવ્યાં છે. આવા કિસ્સાઓની દરરોજ સમગ્ર દેશમાંથી ફરિયાદો ઉઠી રહી છે. જો કે, બેંક, એટીએમમાંથી નકલી નોટ નીકળવાની વાતનો સ્વિકાર કરતા નથી. ત્યારે તેની નુકશાની ગ્રાહકોને ઉઠાવવી પડે છે. જો તમે પણ આ મુસીબતમાં ફસાઈ જાઓ તો ગભરાવાની જરૂર નથી. કારણ કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેના માટે કેટલીક શરતો અને નિયમો બનાવ્યાં છે જેને ફોલો કરવાના છે.

બેંકે કરવાની રહેશે આ પ્રક્રિયા

આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે એટીએમમાંથી નકલી નોટ નીકળી હોય તો તે બેંકની જવાબદારી બને છે. બેંક આવી પરિસ્થિતિમાં મોં ફેરવી શકતી નથી અને તેને ગ્રાહકને તે નોટની જગ્યાએ પુરૂ રિફંડ આપવું પડે છે. કારણ કે, એટીએમમાં રૂપિયા નાખતા પહેલા તમામ નોટો નકલી નોટ પકડવાની મશીનમાંથી જાય છે. આ કારણે ગ્રાહક પાસે જો કોઈ નકલી નોટ આવે છે તો તેની જવાબદારી બેંકની છે. બેંક ગ્રાહકો તે નોટના બદલામાં પુરૂ રીફંડ આપશે. એ માટે ગ્રાહકે નકલી નોટ લઈને બેંકની સામે રાખવી પડશે. બેંક આગળની પ્રક્રિયાનું પાલન નિયમો પ્રમાણે કરશે. ગ્રાહકને તેની નકલી નોટના બદલામાં અસલી નોટ આપશે.

એટીએમની રસીદને ફાડો નહીં

બેંકમાં જઈને એટીએમ મશીનની રસીદ દેખાડો. તેને રૂપિયા કાઢ્યાં બાદ ફાડીને ફેંકો નહીં. પર્ચીથી એ વાત સાબિત થાય છે કે તે નોટ તેના જ એટીએમમાંથી કાઢવામાં આવી છે. તેના સિવાય બેંકમાં લાગેલા સીસીટીવી કેમેરાની તરફથી પણ આ નોટને હાથમાં લઈને જોઈ શકો છો. આ વાતને સબુત માનવામાં આવે છે.

Related posts

દિલ્હીમાં કોરોનાને લાગી બ્રેક, એલજીને જિમ, હોટલ, સાપ્તાહિક બજારો ખોલવા કરાઈ રજૂઆત

Mansi Patel

સોનાના ભાવ 60 હજાર તરફ, આજે સ્પોટ માર્કેટનો ભાવ જાણશો તો કહેશો દિવાળી સુધી પહોંચી જશે

Mansi Patel

VIDEO : શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મોતને ભેટેલા દર્દીઓને શ્રદ્ધાંજલિ આપવા ભેગા થયેલા કોંગ્રેસના આગેવાનોની અટકાયત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!