GSTV
Home » News » ફેશનેબલ બનવા ઝાઝો ખર્ચ કરવાની જરૂર નથી, બસ કરવું પડશે આ કામ

ફેશનેબલ બનવા ઝાઝો ખર્ચ કરવાની જરૂર નથી, બસ કરવું પડશે આ કામ


નિતનવા ફેશનેબલ વસ્ત્રો ખરીદવા ભરપૂર નાણાં જોઈએ. ફેશનેબલ કાંઈ મફતમાં નથી બનાતું. કાંઈક આવું જ વિચારતા હોય છે છોકરીઓના માતાપિતા. પણ તેમની આ માન્યતા સાવ સાચી નથી. સરસ મઝાના નવા નવા વસ્ત્રો પહેરવા ઝાઝો ખર્ચ કરવો જરૃરી નથી. થોડી નાની નાની વાતો ધ્યાનમાં રાખીને આપણે મનગમતાં વસ્ત્રો ઘણાં ઓછા ખર્ચમાં ખરીદી-પહેરી શકીએ છીએ.

જેમકે, તમારા ડ્રેસ પુરાણા થઈ ગયા હોય તો તેને કાઢી નાખવાને બદલે તેમાં થોડો બદલાવ કરો. જિન્સ મોટા ભાગે કાયમ ફેશનમાં રહે છે. વરસાદની ઋતુમાં તેને કટ કરીને પહેરી શકાય. મોડર્ન દેખાવા માટે જિન્સ પર સ્ટોન વર્ડ કરાવી શકાય. આવી જિન્સ ડિસ્કોમાં સરસ લાગશે. આવી જ રીતે કોઈપણ ડ્રેસ પર થોડું વર્ક કરાવીને કે લેસ લગાવીને તેને નવો લુક આપી શકાય. આમ કરવાથી નવો ડ્રેસ ખરીદવાનો ખર્ચ બચશે અને તમને કાઈક નવું પહેરવા મળશે.

કોઈક ડ્રેસ એવા હોય છે જે પ્રત્યેક ઋતુમાં અને બધા પ્રસંગે પહેરી શકાય. આવા ડ્રેસ હંમેશાં ટ્રેન્ડમાં રહે છે. જેમ કે જિન્સ, કેઝ્યુઅલ ટોપ, સ્કર્ટ, બ્લેઝર, ટ્રાઉઝર. આવા ડ્રેસ હંમેશા તમારા વોર્ડરોબાં રાખો. આવા ડ્રેસ ખરીદતી વખતે બેજ, વાઈટ, બ્લેક જેવા બેસિક કલર પર જ પસંદગી ઉતારો. આવા રંગો કોઈપણ કલર સાથે મિક્સ  એન્ડ મેચ કરી શકાય છે.

દરેક મોસમમાં ફેશન બદલાતી રહે છે. પરંતુ નવી ફેશન શરૃ થાય કે તરત જ એક સાથે આટલાં બધા ડ્રેસ ખરીદીને ન મૂકી દો. જે એકાદ-બે ડ્રેસ વધારે ગમે ત જ ખરીદો. થોડા સમય પછી સિઝન પૂરી થાય ત્યારે આ જ ડ્રેસ ઓછા દામમાં મળી જશે.

ઘણાં સ્ટોરમાં નિયમીત રીતે ચોક્કસ કલેકશન ઓછી કિંમતમાં મળતું હોય છે. આવાં સ્ટોર ક્યાં ક્યાં છે તે ધ્યાનમાં રાખો. આવા શો રૃમમાં લેટેસ્ટ ટ્રેન્ડના વસ્ત્રો પણ મળી રહે છે. તેથી નવા ટ્રેન્ડની જાણકારી મેળવવા પણ આવા શોરૃમમાં આંટો મારી શકાય.

ઓફ સિઝનમાં ખરીદી કરવાથી પણ કપડાં સસ્તા પડે છે. જેમ કે સ્વેટર, કોટ કે શાલની ખરીદી ઉનાળામાં કરો. તેવી જ રીતે કોટનના વસ્ત્રો શિયાળામાં ખરીદી લો. આમ ઓફ સિઝનના ડિસ્કાઉન્ટનો ફાયદો લઈને તમે તમારા પૈસા બચાવી શકો છો.

સ્ત્રીઓ ખરીદી કરવા જાય ત્યારે મોટા ભાગે જરૃર કરતાં વધારે શોપીંગ કરી લેતી હોય છે. પરંતુ ફક્ત મર્યાદિત ખર્ચમાં જ ખરીદી કરવી હોય તો જેટલું બજેટ નક્કી કર્યું હોય એટલાં પૈસા જ પર્સમાં રાખો. પર્સમાં વધારાના નાણાં કે ક્રેડિટ કાર્ડ ન રાખો. જેથી વધારે શોપીંગ કરવા મન લલચાય.

બ્રાન્ડેડ સ્ટોરમાં સેલ દરમિયાન સરસ મઝાના પરિધાન ઓછા દામમાં મળી જાય છે. તેથી બ્રાન્ડેડ સ્ટોરમાં સેલ આવે ત્યારે ખરીદી કરી લો. સેલ શરૃ થાય કે તરત જ ખરીદી કરવા પહોંચી જાઓ, જેથી સારી ક્વોલિટીના વસ્ત્રોમાં બહોળી પસંદગીનો અવકાશ રહે.

ફેશન એક ચક્ર છે. તે ગોળ ગોળ ફરીને પાછું ત્યાં જ આવે છે. તેથી જ કપડાં સારાં પડયાં હોય, પણ ફેશનમાં ન હોય, તે વસ્ત્રો સાચવી રાખો.

થોડા સમય પછી આવી જ ફેશન પાછી ફરે ત્યારે તે લેટેસ્ટ ફેશનના વસ્ત્રો તરીકે પહેરી શકાશે. આ ઉપરાંત ટ્રાઉઝર, જિન્સ, ટયુનિક, ચુડીદાર અને સલવાર-કુર્તા જેવા ડ્રેસ કાયમ ફેશનમાં રહે છે. તેથી આવા ડ્રેસ હંમેશાં તમારા વોર્ડરોબમાં રાખો.

Read Also

Related posts

હિન્દી સિનેમામાં સહાયક અભિનેતાઓના સારા દિવસો, અપારશ્કિત ખુરાનાને મળી આ મોટી ફિલ્મ

Kaushik Bavishi

ભાજપના કાર્યકારી અધ્યક્ષ બનેલા જે.પી. નડ્ડાએ ગાંધીનગર શરૂ કર્યો બેઠકોનો દોર

Nilesh Jethva

અધધધ…3 મહિનામાં રિલાયન્સની આવકમાં તોતિંગ વધારો, ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!