સુરતના ભાઠેમાં એક-બે નહીં 58 ગોડાઉન સીલ મારી દેતા માલિકોનો મિજાજ બગડ્યો

સુરતના ભાઠેના વિસ્તારમાં લીંબાયત ઝોન દ્બારા 58 જેટલા ટ્રાન્સપોર્ટના ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યા હતા. આ ઘટનામાં હવે ટ્રાન્સપોર્ટ ગોડાઉનના માલિકો લડી લેવાના મુડમાં જોવા મળ્યા હતા. આજે ગોડાઉનના માલિકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. અને મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો હતો કે માત્ર રાજકીય દબાણના કારણે તેઓના ગોડાઉનને સીલ મારી દેવામાં આવ્યા છે.

સુરતમાં અન્ય ગોડાઉન પણ ધમધમી રહ્યા છે તો માત્ર અમારા જ કેમ સીલ કરવામાં આવ્યા છે. તેઓ સંપૂર્ણ પણે કાયદાનું પાલન કરે છે તો તંત્ર દ્વારા આવી બેવડી નીતિ કેમ અપનાવામાં આવી રહી છે. ગોડાઉન સીલ થવાથી તેઓના રોજગાર ભાંગી પડ્યા છે. તેઓને ત્યાં કામ કરતા કારીગરો પણ બેકાર બન્યા છે. ત્યારે સમગ્ર મામલે ટ્રાન્સપોર્ટરોએ હાઇકોર્ટમાં અપીલ કરી છે અને ન્યાયની પુકાર લગાવી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter