GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

Facebook પર ક્યારેય ના કરો આ 5 ભૂલ, નહીંતર ખાવી પડશે જેલની હવા

સોશિયલ મીડિયા આપણા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આપણે દરરોજ ઘણી સોશિયલ મીડિયા એપ્સનો ઉપયોગ કરીએ છીએ. આમાંની એક એપ Facebook પણ છે. ફેસબુક આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈકીનું એક છે. Facebookના માધ્યમથી તમે તમારા મિત્રો કે પરિવાર સાથે દૂર બેસીને સરળતાથી કનેક્ટ થઈ શકો છો.

Facebookના માધ્યમથી આપણે દૂર બેઠેલા આપણા મિત્રો અને પરિવારના સભ્યોના જીવન સાથે જોડાયેલી માહિતી મેળવતા રહીએ છીએ. જો કે, ઘણી વખત આપણે Facebookનો ઉપયોગ કરતી વખતે કેટલીક એવી ભૂલો કરીએ છીએ જે આપણા માટે ઘાતક તો બની શકે છે, પરંતુ જેલ પણ મોકલી શકે છે. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે.

Facebook

Facebook પર આ ભૂલો ન કરો

ઘણીવાર આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખાસ કરીને ફેસબુકનો ઉપયોગ કરતી વખતે ઘણી ભૂલો કરીએ છીએ. ફેસબુકનો ઉપયોગ કરતી વખતે આપણે આ ભૂલો ટાળવી જોઈએ. આજના સમયમાં ફેસબુકમાં ભડકાઉ કન્ટેન્ટ ખૂબ શેર કરવામાં આવે છે. ઘણીવાર આપણે પણ કંઈપણ વિચાર્યા વિના એવા કન્ટેન્ટ આગળ વધારી દઈએ છીએ. તેના સિવાય આપણે ફેસબુક પર ધાર્મિક કોમેન્ટ કરવાનું ટાળવું જોઈએ.

ભડકાઉ કન્ટેન્ટ ના કરો શેર

યુઝર્સે Facebook પર ભડકાઉ કન્ટેન્ટ શેર કરવા જોઈએ નહીં. આમ કરવાથી સમાજની સાથે-સાથે તમારે પણ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ પ્રકારે પોસ્ટ શેર કરવા પર તમારે કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવા અથવા સામાજીક સમરસતાને બગાડવાનાં ગુનામાં જેલ પણ થઈ શકે છે.

ફેસબૂક

છોકરીઓને પરેશાન કરશો નહીં

જો તમે Facebook પર કોઈ છોકરીને કોઈ ખોટો મેસેજ, વીડિયો અને ફોટો મોકલ્યો હોય તો તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે છોકરી તમારા દ્વારા મોકલવામાં આવેલા મેસેજની ફરિયાદ કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે લોક-અપમાં પણ જવું પડી શકે છે.

ધાર્મિક ટિપ્પણી કરવાનું ટાળો

આજકાલ મોટાભાગના લોકો ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા પર એકબીજાના ધર્મ વિશે ટિપ્પણી કરે છે. જેના કારણે ઘણી વખત લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. આમ કરવાથી તોફાનો પણ ભડકી શકે છે. જો તમારા કોઈપણ નિવેદન અથવા ફેસબુક પોસ્ટ સાથે આવું થાય છે, તો તમારી સામે પોલીસ કાર્યવાહી થઈ શકે છે અને તમારે જેલની હવા ખાવી પડી શકે છે.

ફેસબુક

પાઇરેટેડ લિંક્સ બનાવશો નહીં

તમને જણાવી દઈએ કે નવી ફિલ્મ પાઈરેટડ કરીને વેચવી એ ગુનો છે. જો તમે પણ એવા લોકોમાંથી એક છો કે જેઓ કોઈપણ ગેરકાયદે મૂવીની પાયરેટેડ લિંક બનાવે છે અને તેને ફેસબુક અથવા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વેચે છે તો પોલીસ તમારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. એટલું જ નહીં, આવું કરવા બદલ તમારે જેલ પણ જવું પડી શકે છે.

ફેસબુક પર ધમકી આપશો નહીં

Facebook પર કોઈને પણ ધમકીભર્યા કે વાંધાજનક સંદેશાઓ મોકલશો નહીં. આવું કરવાથી તમે ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. જો તમે કોઈને ધમકી આપો છો, તો તમને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે અને જેલ પણ જઈ શકે છે.

READ ALSO:

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV