ઘરમાં શિવલિંગ હોય તો ભૂલથી પણ ન કરો આ કામ, નહી તો….

shivling

હિંદૂ ધર્મ શાસ્ત્રોનુસાર ભગવાન શંકર ભોળાનાથ છે અને તે ભક્તો પર ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે. પરંતુ ભોળાનાથની પૂજા કરવાના નિયમનો કોઈ ભંગ કરે તો તે ખૂબ ઝડપથી નારાજ પણ થી જાય છે. ભગવાન શંકરની પૂજા કરવામાં કોઈ ભુલ થાય તો ઘર પર મુસીબતોનો પહાડ પણ તુટી શકે છે. ભગવાન શંકર તેના પૂજાના નિયમો તોડનાર પર ક્રોધિત પણ ઝડપથી થઈ જાય છે. 

શિવજીના ભક્તો ઘરના મંદિરમાં પણ શિવલિંગ રાખી તેની નિયમિત પૂજા કરે છે. પરંતુ કેટલાક લોકો એ વાતથી અજાણ હોય છે કે ઘરમાં શિવલિંગ રાખવા માટે 3 નિયમનું પાલન કરવું પડે છે. જો ઘરમાં શિવલિંગ રાખ્યું હોય તો જે રૂમમાં તેની સ્થાપના હોય ત્યાં ક્યારેય સેક્સ કરવું નહીં. આમ કરવાથી ભોળાનાથ કોપાયમાન થઈ જશે. 

મહાશિવરાત્રિ

બીજું જે ઘરમાં શિવલિંગની સ્થાપના હોય ત્યાં ચોરીનો સામાન લાવવો નહીં. ચોરી કે ખોટી રીતે કમાણી કરી લાવનાર પર શિવજી ક્રોધિત થાય છે અને તેના કારણે વ્યક્તિ કરોડપતિમાંથી રોડપતિ બની જાય છે. 

જે ઘરમાં શિવલિંગની સ્થાપના હોય ત્યાં માંસ, મદિરાનું સેવન કરવું નહીં. આ ત્રણ કામ ભુલથી પણ કરવા નહીં કેમકે જો આ કામ કરશો તો શિવજીના ક્રોધના ભાગીદાર થશો. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter