“5 લાખ આપીને કોઈ પોલીસ ન બને એટલે નિર્ણય લીધો”, નવી તારીખ મામલે ખુલાસો

પેપર લીક કાંડમાં પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે ફરી એકવાર મીડિયા સામે આવી દિલગીરી વ્યક્ત કરી છે. પોલીસ ભરતી બોર્ડનો બચાવ કરતા વિકાસ સહાયે કહ્યું કે પેપર લીકનો મામલો સામે આવ્યા બાદ તેમની પાસે બે વિકલ્પ હતા. તેમણે પરીક્ષા રદ કરવાનો વિકલ્પ પસંદ કર્યો. વિકાસ સહાયે આશા વ્યક્ત કરી કે પેપર લીક કેસમાં તટસ્થ તપાસ થશે અને ગુનેગારોને સજા થશે. તેમણે પરીક્ષાર્થીઓનો જુસ્સો વધારવાનો પ્રયાસ કરતા કહ્યું કે પરીક્ષા તારીખ જલ્દી જ જાહેર કરાશે. 5 લાખ રૂપિયા અાપીને કોઇ પોલીસ કોન્સ્ટેબલ ના બને માટે નિર્ણય લીધો હતો.

પેપર લીક મામલે હવે લોકોમાં પોલીસનો હાથ હોવાની ચર્ચા થઇ રહી છે.  લોકોમાં એવી ચર્ચા થઇ રહી છે કે  પોલીસેને અગાઉ જ પેપર લીક થયાની તારીખની જાણ હતી. પરંતુ કન્ફર્મ થાય તેમ જ મૂળ સુધી પહોંચાવ માટે રાહ જોવાઈ અને અંતે પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ રદ્દ કરી દેવાઈ. જો કે હવે છેક પરીક્ષાના દિવસ સુધી શા માટે રાહ જોવાઇ તેની ચર્ચા હવે ચારેકોર થઇ રહી છે. જોકે હજુ સુધી એ વાતની સ્પષ્ટ પુષ્ટિ નથી મળી કે પોલીસનો જ આમા હાથ છે કે નહીં. 

મુદ્દો એ પણ ઉઠી રહ્યો છે કે જો પેપર લીકની તારીખની અગાઉથી જાણ થઇ ગઇ હતી તો તાત્કાલિક પેપર શા માટે ન બદલવામાં આવ્યું. કારણ કે ત્યાં સુધી પરીક્ષાને પણ રાહ જોવાઇ રહી હતી. ઉપરથી મોટો ઘટસ્ફોટ એ થયો છે કે લોકરક્ષક દળ અને ટેટની પરીક્ષાનું પેપર લીક કરનારો આરોપી એક જ હોવાનું સામે આવ્યું છે.

આમ પરીક્ષા રદ્દ છેક છેલ્લીએ ઘડીએ રદ્દ કરતા લાખો વિદ્યાર્થીઓના ખર્ચા અને સમયનું પાણી થયું હતું ત્યારે ચર્ચા એવી જોર પકડી રહ્યું છે કે પોલીસ તંત્રએ આટલે મોડે સુધી રાહ કેમ જોઈ. પેપર લીકની માહિતી 30 નવેમ્બરે જ મળી ગઈ હતી તો શા માટે પેપર બદલી ન નાંખ્યું.

પેપરલીકનો રેલો દિલ્હીથી આવ્યો

રાજ્યભરમાં ગાજેલું લોકરક્ષક ભરતીનું પેપરલીક પ્રકરણ પોલીસે ચોવીસ કલાકમાં ઉકેલી નાખ્યુ છે  અને પાંચ આરોપીઓ માંથી ચારશખ્સોને ઝડપી પાડ્યા છે. જોકે પેપરલીકનો સુત્રધાર યશપાલ સોલંકી હજુ ફરાર છે. તેણેજ દિલ્હીથી પેપરલીક કર્યુ હોવાની વાત ગાંધીનગર એસપીએ કબુલી છે. આ સમગ્ર કાંડમાં ગમે ત્યારે લુણાવાડાના યશપાલસિંહની ધરપકડ થઈ શકે છે. લુણાવાડાનો  યશપાલ સિંહ 29 નવેમ્બરના રોજ દિલ્હીથી  પેપર લઈને વડોદરા આવ્યા હતો અને તેણે જાણીતા લોકોને પેપર આપ્યું હતું. આમ સમગ્ર પેપર  દિલ્હીથી લીક થયાની વાત પોલીસે કહી છે. આ સમગ્ર કૌભાંડમાં મહત્વની ભૂમિકા ગાંધીનગરનીશ્રીરામ હોસ્ટેલમાં થઈ છે. કારણે કે ત્યાંથી જ લીક થયેલા પેપરની આન્સર કી મોકલવાની પ્રક્રિયા થઈ છે. પોલીસને જે દિવસે પરીક્ષા પેપર હતુ તે દિવસે સવારે જ પેપર લીક થયાના અહેવાલ મળ્યા હતા. જોકે પેપર લીકની વાત સંપૂર્ણ કન્ફર્મ થાય ત્યાં સુધી રાહજોવામાં આવી હતી અને આખરે પેપર શરૂ થાય તે પહેલા પેપર રદ કરી દેવાની જાહેરાત કરીદેવામાં આવી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter