GSTV

મોદી સરકારને આ નહીં ગમે: CAGએ સંભળાવ્યું કે આ 3000 કરોડ રૂપિયા અહીં ખર્ચી શકાયા હોત

ઓડિટ જનરલ ઓફ ઈન્ડિયાએ સરકારી આઈલ કંપનીઓ પર સવાલ ઉઠાવતા કહ્યુ કે,  તેલ કંપનીઓએ ગુજરાતના કેવડીયા ખાતે બની રહેલી સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાછળ કેમ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી  છે.  સીએજીના જણાવ્યા પ્રમાણે ઓએનજીસી, ભારત પેટ્રોલિયમ, હિંદુસ્તાન પેટ્રોલિયમ અને ઈન્ડિયન ઓઈલે 3000 હજાર કરોડનો ખર્ચ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સબ્લિટી હેઠળ કરવામાં આવ્યો છે.

સાત ઓગસ્ટ 2018ના રોજ સંસદમાં સીજીઆઈ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે, સરકારી આઈલ કંપનીઓ દ્વારા મોટી રકમ સરદાર પટેલની પ્રતિમા પાછળ ખર્ચ કરવામાં આવી છે.

સીએસઆરના નિયમ પ્રમાણે કોઈપણ કંપની રાષ્ટ્રીય ધરોહરને બચાવવા માટે ફંડનો ઉપયોગ કરી શકે છે. પરંતુ સરદાર પટેલની નિર્માણાધીન પ્રતિમા  રાષ્ટ્રીય ધરોહર નથી.  સીજેઆઈ રિપોર્ટ પ્રમાણે ઓએનજીસીએ 50 કરોડ, ઈન્ડિયન ઓઈલે 21.83 કરોડ, બીપીસીએલ, એસપીસીએલ અને ઓઆઈએલે 25 કરોડ રૂપિયાનું ભંડોળ પ્રતિમાના નિર્માણ માટે આપ્યા છે.

182 મીટરની ઊંચાઈ ધરાવતી પ્રતિમાનું નિર્માણ 2989 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે.  પ્રોજેક્ટની શરૂઆતમાં 2063 કરોડનું બજેટ આંકવામાં આવ્યુ હતુ જોકે, બાદમાં આ બજેટમાં વધારો કરી 2989 કરોડનુ બજેટ નક્કી કરવામાં આ વ્યુ હતુ. હાલમાં સરદારની પ્રતિમાનું કામ મોટા ભાગે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આગામી દિવસોમાં આ  પ્રતિમાનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે.

Read Also

Related posts

દિલ્હી : આ મૌલાના સામે કેજરીવાલ સરકાર કરશે કેસ, લોકડાઉનની કરી ઐસી તૈસી

Nilesh Jethva

રતન ટાટા બાદ રિલાયન્સ અને ટોરેન્ટ ગૃપે કોરોના સામે લડવા આપ્યું કરોડોનું દાન

Nilesh Jethva

કોરોના : પ્રિન્સ ચાર્લ્સ પણ કરશે સરકારના પ્રતિંબંધોનું પાલન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!