GSTV

રાહુલ ગાંધીનો ચહેરો પસંદ નથી, શાંતિકુંજમાં કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં અપાય:  ડૉ. પ્રણવ પંડ્યા

Last Updated on June 28, 2018 by Arohi

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજના પ્રમુખ ડૉ.પ્રણવ પંડયાને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો ચહેરો પસંદ નથી. તેમણે કહ્યુ છે કે જો રાહુલ ગાંધી મળવા આવશે, તો તેમને શાંતિકુંજમાં કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં નહીં આવે. બુધવારે આરએસએસના ચીફ મોહન ભાગવત સાથે મુલાકાત બાદ પ્રણવ પંડયાની ભાજપ સામેની નારાજગી દૂર થઈ ચુકી છે.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજના પ્રમુખ ડૉ. પ્રણવ પંડયાએ કહ્યુ છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીનો ચહેરો સારો લાગતો નથી. તેમણે રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા નહીં હોવાનું પણ જણાવ્યું છે. ડૉ. પ્રણવ પંડયાએ કહ્યુ છે કે શાંતિકુંજ ખાતે રાહુલ ગાંધી મળવા આવશે તો તેમનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની જેમ સ્વાગત કરવામાં નહીં આવે. રાહુલ ગાંધીએ તેમને મળવા માટે સામાન્ય લોકોની જેમ કતારમાં લાગવું પડશે.

ગાયત્રી પરિવરાના પ્રમુખના ભાજપના અધ્યક્ષ અમિત શાહને સમર્થનની વાત સામે આવ્યા બાદ માનવામાં આવે છે કે કોંગ્રેસના દિગ્ગજ તેમનો સંપર્ક સાધવાની કોશિશ કરશે. આખરે સવાલ સીધેસીધા પંદર કરોડ અને પરોક્ષપણે પચ્ચીસ કરોડ લોકો સાથે જોડાયેલા છે તથા 2019માં આવનારી લોકસભાની ચૂંટણીમાં ગાયત્રી પરિવારના તમામ સદસ્યોના વોટ પર બંને મોટી પાર્ટીઓની નિશ્ચિતપણે નજર મંડાયેલી હશે.

માનવામાં આવે છે કે ગાયત્રી પરિવારના અધ્યક્ષ પ્રણવ પંડયા સાથે રાહુલ ગાંધીની મુલાકાતની પણ કોશિશ થશે. પરંતુ કદાચ હાલમાં પ્રણવ પંડયા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કદાચ આવું શક્ય બને તેવી ખૂબ ઓછી શક્યતાઓ છે.

શાંતિકુંજ ખાતે અમિત શાહે પ્રણવ પંડયા સાથે મુલાકાત કરીને ભાજપ માટે ટેકો માંગ્યો હતો. ત્યારે તેમણે 2019માં આવો કોઈપણ સંદેશો જાહેર નહીં કરવાની વાત કરી હતી. પરંતુ આરએસએસ ચીફ મોહન ભાગવતની પ્રણવ પંડયા સાથેની મુલાકાત બાદ તેમના સૂર બદલાયા છે અને રાહુલ ગાંધી પર વિવાદીત નિવેદન આપીને ભાજપ પ્રત્યે નારાજગી સમાપ્ત થયાના સંકેતો પણ આપી રહ્યા છે.

નમામિ ગંગે પરિયોજનાના કાર્યોને લઈને પ્રણવ પંડયાએ કહ્યુ છે કે તેઓ કોઈ ટાઈઅપ કરતા નથી. તેઓ કોઈના આર્થિક સહયોગની અપેક્ષા પણ કરતા નથી. કોઈપણ અપેક્ષા વગર તેઓ સહયોગ કરશે. ગંગા આસ્થાનો મામલો છે. તેમણે રામમંદિર મામલો કોર્ટમાં હોવાનું જણાવીને કહ્યું છે કે કોર્ટનો ચુકાદો આવ્યા બાદ સૌ સાથે બેસશે અને જરૂરત પ્રમાણે નિર્ણય પણ કરવામાં આવશે.

Related posts

તમારી આંખોની રોશની વધારવામાં કરશે મદદ આ 4 એક્સરસાઇઝ, આ સમસ્યાઓથી પણ અપાવશે છુટકારો

Damini Patel

મુખ્યમંત્રી પદની ઈચ્છા નથી પણ પક્ષ જે કામ સોંપશે તે કરીશ, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ રાજકારણમાં સક્રિય રહેવાના આપ્યા આ સંકેત

Bansari

દુનિયાનો મોંઘો આઈસ્ક્રીમ/ આ બ્લેક ડાઈમન્ડ આઈસ્ક્રીમની એક સ્કૂપની કિંમતમાં ખરીદી શકો છો આઈફોન, કેવો છે તેનો ટેસ્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!