GSTV
Gujarat Government Advertisement

વિવાદ વધ્યો/ ભાજપના નેતાને લગ્નનું આમંત્રણ આપ્યું તો થશે દંડ, આ નેતાનો દાવો 100 સાંસદો ભાજપ સાથે છેડો ફાડવા તૈયાર

બેઠકો

Last Updated on February 19, 2021 by Karan

નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ સાથે દિલ્હી બોર્ડર પર છેલ્લા 85 દિવસથી ખેડૂતો આંદોલન ચલાવી રહ્યા છે. આ આંદોલનના સમર્થનમાં દેશના સંખ્યાબંધ રાજ્યોમાં ખેડૂત પંચાયતોનું આયોજન પણ થઈ રહ્યુ છે. પશ્ચિમ યુપીના મુઝ્ઝફરપુરમાં યોજાયેલી આવી જ એક પંચાયતમાં એલાન કરવામાં આવ્યું છે કે, જો ભાજપના નેતાઓને કોઈ પણ ખેડૂત પોતાના લગ્ન પ્રસંગમાં બોલાવશે તો તેને 100 લોકોને ભોજન કરાવવાનો દંડ કરવામાં આવશે.

100 સંસદ સભ્યો ભાજપ સાથે છેડો ફાડવા માટે તૈયાર

આ પંચાયતમાં સંખ્યાબંધ ખેડૂત નેતાઓ હાજર રહ્યા હતા. ભારતીય કિસાન યુનિયનના ચૌધરી નરેશ ટિકૈતે કહ્યું હતું કે, કોઈ પણ ખેડૂત પોતાના ઘરમાં લગ્ન હોય તો ભાજપના નેતાઓને કંકોત્રી ના આપે. જો કોઈ ખેડૂત આમંત્રણ આપશે અને નેતા લગ્નમાં જશે તો આ ખેડૂતને 100 લોકોને સ્પેશ્યલ ભોજન કરાવવાનો દંડ કરાશે. તેમણે તો એવો પણ દાવો કર્યો હતો કે, જો આ કાયદો સરકાર પાછો નહીં લે તો 100 સંસદ સભ્યો ભાજપ સાથે છેડો ફાડવા માટે તૈયાર છે.

સરકાર ખેડૂતો વચ્ચે ફૂટ પડાવવાના પ્રયાસો કરી રહી

બીજી તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, સરકાર ખેડૂતો વચ્ચે ફૂટ પડાવવાના પ્રયાસો કરી રહી છે પણ ખેડૂતોની એકતામાં ભંગાણ પડવાનુ નથી. અમે જરુર પડી તો દિલ્હીમાં હળ ક્રાંતિ કરવા માટે તૈયાર છીએ અને ખેડૂતોએ પોતાના ઉભા પાકનું બલિદાન આપવા માટે પણ તૈયાર રહેવું પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ

Dhruv Brahmbhatt

દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર

Pravin Makwana

કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!