GSTV
Home » News » મોબાઈલ ચાર્જ કરતી વખતે તમે પણ આવી ભૂલ નથી કરતા ને, થઈ શકે છે મોત

મોબાઈલ ચાર્જ કરતી વખતે તમે પણ આવી ભૂલ નથી કરતા ને, થઈ શકે છે મોત

અમે તમને ડરાવી નથી રહ્યાં પરંતુ મોબાઈલ ચાર્જ કરતી વખતે જો તમે આ વાત પર ધ્યાન ન આપ્યું તો તમારું જીવન ખતરામાં પડી શકે છે.

જી હા, મોબાઈલ ચાર્જ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કે તેનો વાયર ક્યાંયથી કપાયેલો ન હોય. કારણ કે આવું હશે તો કરંટ લાગી શકે છે અને તેનાથી મોત પણ થઈ શકે છે.

ઉત્તરાખંડના સનેહ ક્ષેત્રના કુંભીચૉડમાં એક યુવક મોબાઈલ ચાર્જિંગ વખતે કરંટની ઝપેટમાં આવી જતા મોતને ભેટ્યો હતો. તેને તત્કાલ કોટદ્વારની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટર્સે તેને મૃત ઘોષિત કર્યો હતો.

જો કે આ વાત સૌ કોઈને ખ્યાલ છે કે કપાયેલા વાયરમાંથી કરંટ આવે. પરંતુ આપણે જોયું હોય છે કે ચાર્જર જૂનું થઈ જતાં અમુક વખતે તેના વાયરમાં કટ્સ પણ આપણે નજરઅંદાજ કરી દેતાં હોઈએ છીએ. આવામાં આ કિસ્સા પરથી બોધપાઠ લેવો જરૂરી છે.

માહિતી અનુસાર મોડી રાતે કુંભીચૉડનો રહેવાસી 19 વર્ષીય નિર્મલ પુત્ર જયપાલસિંહ જે ડ્રાઈવર હતો તે પોતાનો મોબાઈલ ચાર્જિંગ પર લગાવી રહ્યો હતો. ત્યારે જ ચાર્જરના કપાયેલા વાયરમાં તેની આંગળીઓ ફસાઈ ગઈ અને જોરદાર કરંટની ઝપેટમાં આવી ગયો. તેની ચીસ સાંભળીને પરિજનો તેના રૂમમાં પહોંચ્યા તો તેને બેહોશ હાલતમાં જોઈ સૌના હોશ ઉડી ગયા. પરિજનોએ તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો.

Related posts

જો આ થયું તો વિશ્વમાં મોદીની ખરડાશે આબરૂ, રૂપાણી સરકાર માટે છે મોટી ચેલેન્જ

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

વડોદરા ભાજપમાં એક સાંધે ત્યાં તેર તૂટે એવી હાલત, વધુ એક ધારાસભ્યની નારાજગી આવી સામે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!