GSTV

લાઇફ ઇન્શ્યોરન્સ પોલીસી લેતા સમયે આ રાઇડર્સની ભૂલથી પણ ઉપેક્ષા ના કરતાં, મામૂલી ખર્ચ પર મળે છે આ એક્સ્ટ્રા બેનેફિટ

વીમા

Last Updated on October 13, 2021 by Bansari

રાઇડર્સ વૈકલ્પિક એડ-ઓન્સ છે, જેને ગ્રાહક પોતાની જીવન વીમા પોલીસીમાં મામૂલી ખર્ચ પર જોડીને વધારાની આર્થિક સુરક્ષાનો લાભ મેળવી શકે છે. આ રાઇડર્સ ગંભીર બીમારીઓ (જેવી કે હ્રદય સંબંધી રોગ, કેન્સર અથવા અન્ય), પરમાનેન્ટ ડિસેબિલિટી, હોસ્પિટલાઇઝેશન વગેરે જેવા જીવન સંબંધી જોખમો વિરુદ્ધ કવરેજ આપે છે. આ ઉપરાંત રાઇડર્સ બહેતર આર્થિક સુરક્ષાનો વિકલ્પ આપીને જરૂરિયાત અનુસાર પ્લાનને કસ્ટમાઇઝ કરવામાં મદદ કરી શકે છે. તમારી જીવન વીમા પોલિસીનો લાભ મેળવવા માટે, તમારે સંભવિત રિસ્ક કવરેજમાં રાઇડર્સના મહત્વ વિશે નીચેની બાબતો જાણવી આવશ્યક છે.

જ્યાં એક તરફ જીવન વીમો ઘરના મુખિયાની સાથે થયેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાની દશામાં તેના પ્રિયજનોની આર્થિક મદદ કરે છે. તે જ સમયે, રાઇડર તમારા જીવન માટે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે ઉભરી આવ્યુ છે, જે અનિચ્છનિય ઘટનાથી આર્થિક રક્ષણ માટે વધારાના કવરની સુવિધા પૂરી પાડે છે. અહીં અમે કેટલાક રાઇડર્સનો ઉલ્લેખ કરી રહ્યા છીએ કે જેઓ તેમની જીવન વીમા પોલિસી સાથે પસંદ કરી શકે છે, જેથી તેમના અને તેમના પ્રિયજનોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરી શકાય.

ઇન્શ્યોરન્સ

પ્રીમિયમ વેવર રાઇડર

પ્રીમિયમ વેવર રાઇડર સાથે, ગંભીર બીમારી, પરમનેન્ટ ડિસેબિલિટી અથવા મૃત્યુ જેવી કોઇ પણ અનિચ્છનિય ઘટના પર ભવિષ્યમાં કોઈપણ પ્રીમિયમ ચૂકવ્યા વિના પણ તમારી વીમા પોલીસી ચાલુ રહેશે. આથી આ રાઇડર ખાતરી કરે છે કે બાળકોનું શિક્ષણ, તેમના લગ્ન અથવા ઘરનું ડાઉન પેમેન્ટ વગેરે જેવા લક્ષ્યો હાંસલ કરવા માટે તમારી નાણાકીય યોજના સુરક્ષિત બની રહે છે.

ટર્મ રાઇડર

બેઝ પોલિસી સાથે જોડાઇને ટર્મ રાઇડર વીમાધારકના મૃત્યુના કિસ્સામાં વધારાનું સમ અશ્યોર્ડ પૂરુ પાડે છે. આ રકમ બેઝ પોલિસી હેઠળ ડેથ બેનેફિટમાંથી મળેલી રકમ ઉપરાંત છે. આ રીતે, પોલિસીનું રિસ્ક કવરેજ વધે છે.

એક્સિડેંટલ ડેથ બેનેફિટ રાઇડર

આજના સમયમાં અકસ્માતોની વધતી જતી સંખ્યા સાથે, આ રાઇડર અકસ્માતને કારણે અનપેક્ષિત ઘટનાના કિસ્સામાં વ્યાપક કવરેજ પૂરું પાડે છે. અકસ્માતને કારણે મૃત્યુના કિસ્સામાં, પ્રિય વ્યક્તિને આધાર પોલીસી હેઠળ પસંદ કરેલ લાઇફ કવર ઉપરાંત વધારાની દાવાની રકમ મળશે.

ઇન્શ્યોરન્સ

એક્સિડેંટલ ટોટલ એન્ડ પરમાનેન્ટ ડિસેબિલીટી રાઇડર

દુર્ઘટના કોઇપણ વ્યક્તિના જીવનને નુકસાન પહોંચાડી શકે છે અને વ્યક્તિની ચાલવા ફરવાના અથવા કામ કરવાની ક્ષમતાને ગંભીરતાથી અસર કરી શકે છે. આ રાઇડરની મદદથી, તમને તબીબી સારવારનો ખર્ચ, અકસ્માતને કારણે પૂર્ણ અને સ્થાયી અપંગતાને કારણે કામ નહીં કરી શકવાના કારણે સેલરીનું નુકસાન થવાની સ્થિતિમાં રોજબરોજના ખર્ચ વહન કરવામાં મદદ મળી શકે છે.

હોસ્પિટલ ડેઇલી કેશ રાઇડર

આ રાઇડર વીમાધારકને હોસ્પિટલમાં દાખલ થવાના દરેક દિવસ માટે ચોક્કસ રકમ ઓફર કરે છે. જો વીમાધારકને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવે છે, તો તે તમને એક નિશ્ચિત રકમનો લાભ ઓફર કરવામાં આવે છે, જ્યારે સર્જરીના કિસ્સામાં, તેને એકીકૃત રકમ આપવામાં આવે છે. આમાં હાર્ટ સર્જરીનો પણ સમાવેશ થાય છે.

કમનસીબી ક્યારેય કોઈને કહીને આવતી નથી. આજના વર્તમાન સમયમાં વીમો એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. વીમા કંપનીઓ કોઈના ભાવનાત્મક જોડાણ અને તે વ્યક્તિના જીવન સાથે સંકળાયેલી લાગણીઓને શેર કરી શકતી નથી, પરંતુ તે તમારો આર્થિક બોજો શેર કરી શકે છે અને તેને હળવો કરી શકે છે. આ ઉપરાંત, ઘણી વીમા કંપનીઓ રાઇડર્સ દ્વારા કસ્ટમાઇઝ્ડ પ્લાન ઓફર કરે છે જે એકીકૃત વીમા પોલિસી કરતાં ઓછા પ્રીમિયમમાં ખરીદી શકાય છે.

તેથી, કોઈપણ વીમા પોલિસી સાથે સમાધાન કર્યા વિના પ્રતિષ્ઠિત વીમાદાતા પાસેથી વ્યાપક વીમા પોલિસી લઈને તમારા નાણાકીય સ્વાસ્થ્યનું રક્ષણ કરો. એકવાર તમે બેઝ પોલિસી પસંદ કરી લો, પછી તમારી જરૂરિયાતો અને બજેટના આધારે યોગ્ય રાઈડર સાથે પોલિસીના લાભો મહત્તમ કરો.

Read Also

Related posts

જો તમે પણ PNBના ગ્રાહક છો તો તમને મળી શકે છે 15 લાખ રૂપિયા સુધીનો ફાયદો, જાણો કેવી રીતે ?

Damini Patel

ટોપ લીડરના કાંડ/ આ દેશના વડાપ્રધાનનો યુવતી સાથે સેક્સ માણતો વીડિયો વાયરલ થયો, હોબાળો થતાં પદ પરથી રાજીનામું આપ્યું

Pravin Makwana

ગોલ્ડન ચાન્સ/ LLB પાસ માટે સરકારી નોકરી, નહીં આપવી પડે પરીક્ષા, આ રીતે થઇ જશે સિલેક્શન

Bansari
Do NOT follow this link or you will be banned from the site!