GSTV

સતત આવતી ઉધરસ નજરઅંદાજ કરશો નહીં/ હોય શકે છે લંગ કેન્સર, આ લક્ષણો દ્વારા કરો બીમારીની ઓળખ

લંગ

ગત 1 વર્ષમાં તમે પણ અનુભવ્યુ હશે કે તમારી આસપાસ જ્યારે કોઈ ઉધરસ ખાય છે અથવા તો તમને પણ ઉધરસ આવે છે તો પહેલો સવાલ મનમાં એ આવે છે કે આ કોવિડ છે? તમને ઉધરસ ઉપરાંત તાવ, સૂંઘવામાં અને સ્વાદ લેવાની ક્ષમતામાં તકલીફ જેવા લક્ષણ દેખાય તો તુરંત કોવિડનો ટેસ્ટ કરાવો. પરંતુ જો તમારો કોવિડ ટેસ્ટ નેગેટીવ છે અને છતા પણ તમારી ઉધરસ રોકાતી નથી તો મોડૂ કર્યા વગર તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. આપણામાંથી લગભગ 50 % લોકો એવા છે જેમને આ વાત અંગે જાણકારી નથી કે જો 3 સપ્તાહથી વધુ સમય સુધી તમને સતત ઉધરસ આવે છે તો તે લંગ કેન્સરના સંકેત હોય શકે છે.

ઘણી વખત એડવાન્સ સ્ટેજમાં થાય છે લંગ કેન્સરની ઓળખ

ડોક્ટર્સનું માનીએ તો જો કોઈ વ્યક્તિને લંગ કેન્સન થાય તો શરૂઆતી સ્ટેજમાં કોઈ પણ એવું લક્ષણ નહિ દેખાય જેના પર વ્યક્તિનું ધ્યાન જાય. આ જ કારણ છે કે વધુ પડતા દર્દીની ઓળખ અને ડાયગ્નોસિસ ત્યારે થાય છે, જ્યારે તેમની બિમારી એડવાન્સ સ્ટેજ પર પહોંચી જાય છે. ઘણા લોકો વિચારે છે કે ધુમ્રપાન કરતા લોકોને જ લંગ કેન્સર થાય છે. પરંતુ એવુ નથી. વર્તમાનમાં ધુમ્રપાન ન કરતા લોકોમાં પણ ઝડપથી લંગ કેન્સર જોવા મળે છે. એટલા માટે તમારી ઉધરસને સાધારણ ઈન્ફેક્શન અથવા શરદી-ઉધરસ સમજી નજરઅંદાજ કરવાની જગ્યાએ એક વખત ડોક્ટરનો સંપર્ક કરો અને ટેસ્ટ જરૂર કરાવો.

ઉધરસ ઉપરાંચ આ લક્ષણ પણ છે લંગ કેન્સરના સંકેત

  1. ઉધરસની રીતમાં બદલાવ – જો તમને 3 સપ્તાહથી વધુ સમય સુધી ઉધરસ છે અને ઉધરસ ખાતા સમયે ભારે અવાજ આવે છે, ઉધરસ સાથે લોહી નિકળે છે અથવા તો અસામાન્ય મ્યૂકસ ઉધરસ સાથે આવી રહી છે તો આ લક્ષણોને નજરઅંદાજ ન કરો અને તુરંત ડોક્ટરનો સંપર્ક કરો. તે લંગ કેન્સરના સંકેત હોય શકે છે.
  2. શ્વાસ લેવામાં સમસ્ય – જો ઉધરસ સમયે શ્વાસ ફુલાઈ જાય, શ્વાસ લેવામાં તકલીફ થાય તો તે પણ લંગ કેન્સરના એક સંભવિત લક્ષણ હોય શકે છે. હકીકતમાં લંગ કેન્સરના કારણે વાયુમાર્ગ સંકુચિત અથવા અવરોધ થઈ જાય છે તો શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. જો નાના મોટા કામ કર્યા બાદ પણ શ્વાસ ફુલાઈ જાય તો આ લક્ષણને નજરઅંદાજ ન કરો.
  3. છાતીના ભાગમાં દુ:ખાવો – લંગ કેન્સરને કારણે છાતીની સાથે ખભો અને પીઠમાં પણ દુ:ખાવો થાય છે. પરંતુ આ દર્દ માત્ર ઉધરસ સમયે જ નહીં પરંતુ ઉધરસ વગર પણ થાય છે. જો છાતીની આસપાસ ખૂબ જ અથવા રહી રહીને દુ:ખાવો થતો હોય તો ડોક્ટર પાસે જરૂર જવું.
  4. શ્વાસ લેતા સમયે ગરગરાહટનો આવજ આવે છે તો આ ગરગરાહટની સમસ્યા અલર્જી અથવા અસ્થમાના કારણે છે એ વિચારીને ઈગ્નોર ન કરો. તે લંગ કેન્સરનું પણ લક્ષણ હોય શકે છે.
  5. અચાનક વજન ઓછું થઈ જવું – જો ડાયેટિંગ વગર અથવા વર્કઆઉટ કર્યા વગર અચાનક તમારો વજન ઓછો થવા લાગે, 5-6 કિલો વજન અચાનક ઓછો થઈ જાય તો આ વાતનો સંકેત હોય શકે કે શરીરની અંદર ટ્યૂમર વધી રહ્યું છે. તેનું કારણ એ છે કે કેંસર સેલ્સ શરીરની તમામ એનર્જી ખેંચી લે છે. જેના કારણે વજન ઝડપથી વધવા લાગે છે. આ માત્ર લંગર કેન્સર જ નહિં પરંતુ અન્ય કેન્સરના પણ સામાન્ય લક્ષણ હોય શકે છે.  

READ ALSO

Related posts

હેલ્થ ટીપ્સ / લીમડાના પાન ચાવવાથી થશે આ ગજબ ફાયદા, જાણીને રહી જશો દંગ

Mansi Patel

બે વર્ષની રિસર્ચ પછી આમિર ખાને રોક્યું મહાભારત પર કામ, જાણો શું છે કારણ ?

Mansi Patel

સુરત/ આ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે જોરદાર રસાકસી, 20 મતથી જીતી આ પાર્ટી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!