માણસ એક સામાજિક પ્રાણી છે. સમાજમાં રહેવાને કારણે આપણે એક બીજા સાથે વ્યવહાર પણ કરીએ છીએ. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર કહે છે કે આપણે એકબીજા સાથે વ્યવહાર કરતી વખતે વિશેષ કાળજી લેવી પણ જોઇએ. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કેટલીક વસ્તુઓ એવી છે જે કોઈને સૂર્યાસ્ત પછી પણ ન આપવી જોઈએ. ચાલો જાણીએ કે તે 5 વસ્તુઓ કઈ છે જે કોઈને સૂર્યાસ્ત પછી ન આપવી જોઈએ. ધાર્મિક માન્યતાઓ કહે છે કે દાન આપવાથી માનવીને પુણ્યની પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રોમાં પણ દાન કરવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. સનાતન ધર્મમાં જ નહીં પરંતુ દરેક ધર્મમાં પુણ્ય કર્મ જણાવવામાં આવ્યું છે. અને જરૂરિયાતમંદોની મદદ કરવા તથા તેમને દાન કરવા માટે કહેવામાં આવ્યું છે. દાન આપવાની પરંપરા ઘણા સમયથી ચાલતી આવી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને સૂર્યાસ્ત બાદ કોઇને ન આપવી જોઇએ. જો તમે આ વસ્તુઓ કોઇને આપશો તો તમને ધન સંબંધિત સમસ્યાઓ થઇ શકે છે. તો ચાલો તમને જણાવીએ કે સૂર્યાસ્ત બાદ કઇ વસ્તુઓ કોઇને ન આપવી જોઇએ.
કોઇપણ પ્રકારના ધન અથવા રૂપિયા

મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. સૂર્યાસ્તના સમયે અથવા તે બાદ જો કોઇ વ્યક્તિ કોઇને ધન અથવા રૂપિયા આપે તો તેનો અર્થ એ થાય છે કે તે વ્યક્તિ પોતાના ઘરમાંથી મા લક્ષ્મીને વિદાય કરી રહ્યો છે. આમ કરવાથી મા લક્ષ્મી તે વ્યક્તિના ઘરેથી વિદાય થાય છે.
દૂધનું દાન

સંધ્યા સમયે સૂર્યાસ્ત થયા બાદ દૂધનું દાન ન કરવુ જોઇએ. દૂધનો સંબંધ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી સાથે છે. આ ઉપરાંત દૂધનો સંબંધ ચંદ્રમા સાથે પણ માનવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે જો તમે સૂર્યાસ્ત બાદ જ્યારે બંને બેલાનું મિલન થાય છે તે સમયે તે વસ્તુઓનું દાન કરો તો તમારા ઘરમાંથી બરકત પણ ચાલી જાય છે.
હળદર પણ ન આપવી જોઈએ

જ્યોતિષ શાસ્ત્રમાં હળદરને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેથી, સૂર્યાસ્ત પછી કોઈને હળદર આપવાથી ગુરુ નબળો પડે છે, જેના કારણે વ્યક્તિ પાસે ધન-સંપત્તિનો અભાવ હોય છે.
દહીંને સંબંધ શુક્ર ગ્રહ સાથે

જ્યોતિષશાસ્ત્ર અનુસાર દહીંનો શુક્ર સાથે સંબંધ હોય છે. શુક્રને ધન, વૈભવ અને ઐશ્વર્યનો પ્રતિક માનવામાં આવે છે. તેથી સૂર્યાસ્ત સમયે કોઇને દહીં ન આપવુ જોઇએ. માનવામાં આવે છે કે તેનાથી તમારી ભૌતિક સુખ-સુવિધાઓ અને વૈભવમાં કમી આવે છે.
સૂર્યાસ્ત બાદ કોઇને ન આપો લસણ-ડુંગળી

આમ તો દાનમાં લસણ, ડુંગળી નથી આપવામાં આવતા. પરંતુ ક્યારેક એવુ પણ બને છે કે કોઇને લસણ-ડુંગળી આપવા પડે છે. પરંતુ સાંજના સમયે કોઇને લસણ-ડુંગળી આપવાથી બચવુ જોઇએ. આ બંને વસ્તુઓનો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે. સૂર્યાસ્ત બાદ આ બંને વસ્તુઓ આપવાથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Read Also
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો
- Viral Video: આ છોકરીના યોગા જોઈને મોટા મોટા યોગગુરૂ પણ થઈ ગયા અભિભૂત, એક વખત જરૂર જુઓ આ વીડિયો
- ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’ : કુંવારી આપને છોડા નહીં, શ્રીમતી કિસીને બનાયા નહીં, આલિયા ભટ્ટનો દમદાર અવતાર
- કોરોના કાળમાં ટુરિઝમ ઉદ્યોગને મોટો ફટકો પડતા રાજ્યના આ 3 શહેરોમાં ટુરિઝમ લીડર કલબ દ્વારા મોટું આયોજન