અમદાવાદની શાન ગણાતા કાંકરિયા પ્રાણીસંગ્રહલાયમાં નવા મહેમાનોનું આગમન થયું છે. અમદાવાદના પ્રાણીસંગ્રહાલયમાં નવા 3 દીપડા અને 3 દીપડી કર્ણાટકથી લાવવામાં આવ્યા છે. દીપડાની ઉંમર 3થી 5 વર્ષ છે. તેઓના નામ છે ટુંગા અને કલ્પના જ્યારે દીપડીનું નામ બંસરી છે. અને તેને નોકટર્નાલ ઝૂમાં રાખવામાં આવ્યા છે. આમ ઝૂમાં પશુ, પક્ષીની સંખ્યા 1,869 થઈ છે