GSTV

અલર્ટ / ભૂલીને પણ ના કરો આ લિંક પર ક્લિક, નહીંતર થઇ જશો કંગાળ: SBIએ તેના ગ્રાહકોને આપી ચેતવણી

Last Updated on June 19, 2021 by Zainul Ansari

કોરોનાકાળમાં આર્થિક મુશ્કેલી સામે લડી રહેલા લોકો માટે સાયબર ગુનેગારો એક અલગ ચિંતાનું કારણ બન્યા છે. તેઓ સાયબર ફ્રોડની નવી નવી રીત અપનાવી રહ્યા છે અને લોકો સાથે રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. લોકડાઉનમાં મોટાભાગના લોકો ઓનલાઇન બેંકિંગને પ્રાધાન્ય આપી રહ્યા છે, આવી સ્થિતિમાં સાયબર ગુનેગારોનો શિકાર બનવાની સંભાવના પણ વધી જાય છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને ચેતવણી આપી છે.

ફોન

SBIએ જણાવ્યું કે જો કોઈ આકર્ષક વાયદો કરતી લિંકો તમારા ઇનબોક્સમાં આવી રહી છે, તો પછી તેના પર ક્લિક કરવાનું ટાળો. આમ કરવાથી તમારી આજીવનની કમાણી થોડાક જ ક્ષણોમાં જતી રહેશે. કોઈપણ પ્રકારની લિંક પર ક્લિક કરતા પહેલા બે વાર વિચાર કરો. SBIએ જણાવ્યું કે લાલચમાં ન આવો, ફિશીંગ લિંક્સથી સાવચેત રહો જે મફત ભેટો આપે છે.

SBIએ થિંક બિફોર યૂ ક્લિક, સ્ટે અલર્ટ, સ્ટે સેફ અને સાયબર સેફ્ટી હેઝ ટેગ સાથે આ માહિતી ટ્વીટ કરી છે. ઉલ્લેખનીય છે કે સાયબર ગુનેગારો અવારનવાર લોકોને છેતરવા માટે ફિશિંગ લિંકનો ઉપયોગ કરે છે. આ લિંક પર ક્લિક કરતા જ તમારી મહત્વપૂર્ણ જાણકારી આ લિંક મોકલનાર પાસે જતી રહે છે અને તમારા ખાતામાંથી બધા રૂપિયા ચાઉ થઇ જાય છે.

Read Also

Related posts

અમદાવાદ / કોરોનાકાળમાં પરિસ્થિતિનો લાભ લઇ લોકોને લૂંટનારી હોસ્પિટલોને નોટિસ, શું કાર્યવાહી કરાશે?

Zainul Ansari

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

અમદાવાદ / શોભાના ગાંઠિયા સમાન ટેનિસ કોર્ટ, અધધ ખર્ચે તૈયાર કરાયેલા કોર્ટ હજુ સુધી ચાલુ નથી કરાયા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!