GSTV
Ahmedabad News ગુજરાત

ટ્રાફિકના નિયમોનું પાલન ન કર્યું, દંડ આપવો નહીં કહી પોલીસ સાથે ઝપાઝપી કરી

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા કોલેજના વિદ્યાર્થીઓ વિરૃધ્ધ ટ્રાફિક પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં લો-ગાર્ડન ખાતે જીએલએસ કોલેજ બહાર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતા બે વિદ્યાર્થીઓએ કોઈ પણ પોલીસને દંડ આપવો નહી એમ કહીને કોલેજમાંથી વધુ ૫૦ વિદ્યાર્થીઓને બોલાવીને પોલીસ સામે સુત્રોચ્ચારો કરાવ્યા હતા.

આ અંગે પોલીસે એક વિદ્યાર્થીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત મુજબ સ્કુલ કોલેજોના કેમ્પસ બહાર ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવા પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં ૨૨ જુનના રોજ લો-ગાર્ડન નજીક જીએલ.એસ કોલેજ બહાર એમ ડિવીઝન ટ્રાફિક પોલીસે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વિદ્યાર્થીઓ વિરૃધ્ધ કાર્યવાહી શરૃ કરી હતી.

દરમિયાન કોલેજ કેમ્પસની અંદરથી પાર્થ ભાવેશભાઈ રબારી અને ઉમંગ ભલાજી દેસાઈ નામના બે વિદ્યાર્થી બહાર આવ્યા હતા અને કોઈએ પણ પોલીસને દંડ આપવો નહી કહીને અન્ય વિદ્યાર્થીઓને પોલીસ વિરૃધ્ધ ઉશ્કેરણી કરી હતી.

Read Also

Related posts

ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહ્યા બાદ બંને નેતાઓ પ્રથમ વખત આમને-સામને, કેસી વેણુગોપાલ રાજકીય ખેંચતાણ અંગે ચર્ચા કરી શકે

HARSHAD PATEL

રવિન્દ્ર જાડેજાના પરિવારનો આંતરિક કલેહ ચરમસીમાએ, રવિન્દ્રના પિતા પણ ખુલીને સામે આવતા રાજકીય ગરમાવો

pratikshah

ભાજપને આંચકો/ હરિયાણા જિલ્લા પરિષદની સાત જિલ્લાની 102 બેઠકોમાંથી ફક્ત 22 બેઠકો પર ભાજપનો વિજયઃ 15 બેઠકો સાથે આપની એન્ટ્રી

HARSHAD PATEL
GSTV