GSTV
Home » News » નોકરી છોડ્યા બાદ તરત PF ઉપાડી લેવાની ક્યારેય ન કરો ભુલ, પહેલા વાંચી લો આ

નોકરી છોડ્યા બાદ તરત PF ઉપાડી લેવાની ક્યારેય ન કરો ભુલ, પહેલા વાંચી લો આ

mundra schemes

મોટાભાગના લોકો નોકરી છોડતાં જ પ્રોવિડન્ડ ફંડ (PF) ઉપાડી લે છે જે તેમના માટે નુકસાનકારક છે. ઘણા લોકો બીજી સારી નોકરીઓની લ્હાયમાં તેમની વર્તમાન નોકરી છોડી દેતા હોય છે અને ત્યારબાદ તાત્કાલીક પીએફ ઉપાડીને તેઓ મોટી ભુલ કરી રહ્યા છે, જે તેમને ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે.

PFના ઉપાડથી ભવિષ્યની બચત વેડફાય છે

  • ખાનગી ક્ષેત્રના બદલાયેલ વાતાવરણમાં લોકો પ્રમોશન પ્રાપ્ત કરવા બહુ ઝડપી નોકરી બદલતા હોય છે.
  • જો કે નોકરી બદલવા સાથે પૂર્વ કંપનીમાંથી પીએફના તમામ રૂપિયા ઉપાડી લેવા તે નુકસાનીભર્યું છે.
  • પીએફના ઉપાડથી તમે તમારી ભવિષ્યની બચત વેડફી નાખો છો. આ ઉપાડ સાથે પેંશન યોજનાની સાત્યતા પણ ખતમ થઈ જાય છે.
  • વિશેષજ્ઞોના મતે કર્મચારી નોકરી છોડી દે અથવા કોઈ કારણોસર નોકરીમાંથી બરતરફ કરવામાં આવે તો પણ પીએફનો તુરંત ઉપાડ કરવો સમજદારીભર્યું કામ નથી.

PF

બને ત્યાં સુધી PF ન ઉપાડો

  • નોકરી છોડ્યા બાદ પણ પીએફ પર વ્યાજ મળતું હોવાથી તમારે જરૂરત ના હોય ત્યાં સુધી પીએફની રકમનો ઉપાડ કરવો નહિ.
  • જો તમે જૂની નોકરી છોડી નવી નોકરી મેળવો તો તેને નવી કંપનીમાં સ્થાનાંતરિત કરી શકાય.
  • એક નોકરી છોડીને કેટલાક મહિનાઓ બાદ બીજી નોકરી કરવા લાગો તો જૂની કંપનીની તમામ પીએફની રકમ નવી નોકરીમાં સ્થાનાંતરિત કરાવી લેવાથી તેની સાત્યતા જળવાઈ રહેશે.
  • પેંશન યોજનામાં કોઈ મુશ્કેલી આવશે નહિ.

PFના રિટાયરમેન્ટ પછીના ફાયદા

  • તમે રિટાયરમેંટ થયા બાદ પણ પીએફના રૂપિયા ઉપાડતા નથી તો ત્રણ વર્ષ સુધી તેનું વ્યાજ મળે છે.
  • ત્રણ વર્ષ બાદ જ તેને નિષ્ક્રિય ખાતું માનવામાં આવે છે.
  • પીએફની રકમને મોટાભાગના લોકો ભવિષ્યની સુરક્ષિત રકમ તરીકે એકત્રિત કરે છે અને ટેક્સ મુક્ત હોવાના કારણે રોકાણનો પણ સારો વિકલ્પ છે.
  • આથી વધુમાં વધુ સમય સુધી પીએફ ખાતુ ચાલુ રાખવામાં જ સમજદારી છે.

revenue shortfall in govt

PFની રકમ ક્યારે ઉપાડી શકાય

  • તમારે કોઈ કારણસર આ રૂપિયા ઉપાડવા પડે તો કેવાઈસીનું હોવું જરૂરી છે.
  • જો કોઈ વ્યક્તિ બે મહિના સુધી બેરોજગાર રહે તો પીએફના સંપૂર્ણ રૂપિયા ઉપાડી શકે, નોકરી છોડયના એક મહિના બાદ 75 ટકા રૂપિયા ઉપાડી શકાય છે.
  • સેવાકાળ દરમ્યાન દસ વર્ષથી ઓછા વર્ષ હોય તો પેંશનની તમામ રકમ ઉપાડી શકાય છે.
  • સામાન્ય રીતે પીએફના તમામ રકમ 58 વર્ષની ઉંમર બાદ સેવાનિવૃતિ પર ઉપાડવામાં આવે છે.

Read Also

Related posts

કેટરિનાએ 2 વર્ષ પહેલાં જોયું હતું આ સપનું, આખરે થયું સાકાર

Bansari

ઠાકોર સેનામાં ફરી ગાબડું, ભાજપ ઉમેદવારના ભાઈ કોંગ્રેસમાં જોડાતા રાજકિય ગરમાવો

Nilesh Jethva

ઈ- મેમોથી બચવા આ યુવકે અપનાવ્યો અનોખો આઈડિયા, અંતે આવી રીતે ફુટ્યો ભાંડો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!