GSTV

નવરાત્રી: આઠમના દિવસે ભૂલથી પણ ન કરતાં આ ભૂલો, નહી મળે શુભ ફળ

Chaitra Navratri 2019

Last Updated on October 4, 2019 by Yugal Shrivastava

નવરાત્રીના આઠમા દિવસે દેવી મહાગૌરીની પૂજા અર્ચના કરવામાં આવે છે. દેવી મહાગૌરીની પૂજા અર્ચનાથી જીવનમાં આવી રહેલી અનેક મુશ્કેલીઓ દૂર થઇ જાય છે. મહાઅષ્ટમીને દુર્ગા પૂજાનો મુખ્ય દિવસ માનવામાં આવે છે.

પ્રથમ અને છેલ્લા દિવસે વ્રત કરીને આ દિવસે પણ કન્યા પૂજન કરવામાં આવે છે. આ દિવસે ભક્તોની પૂજા સમયે વિશેષ સાવધાની રાખવી જોઇએ.

આઠમની પૂજાનું નવરાત્રીમાં વિશેષ મહત્વ છે. શુભ મુહૂર્તમાં જ પૂજા કરવી જોઇએ.

સંધિ કાળના સમયે દુર્ગા પૂજા માટે સૌથી શુભ માનવામાં આવે છે. સંધિ કાળના સમયે 108 દીવા પ્રગટાવવામાં આવે છે. આઠમના દિવસે સંધિ કાળમાં જ દીવા પ્રગટાવવા શુભ માનવામાં આવે છે.

વિષ્ણુ પૂરાણ અનુસાર, આઠમ પર પૂજા બાદ દિવસે સૂવુ ન જોઇએ.

દુર્ગા ચાલીસા, મંત્ર કે સપ્તશતીના પાઠના સમયે કોઇની સાથે વાત ન કરો. આમ કરવાથી તમારી પૂજાનું ફળ નકારાત્મક શક્તિઓ લઇ જાય છે.

અખંડ જ્યોત હોય તો ઘર છોડીને ક્યાંય ન જાઓ. હવન કરતી વખતે ધ્યાનમાં રાખો કે તેની સામગ્રી કુંડની બહાર ન જાય.

આઠમના દિવસે જો વ્રત ન કરતાં હોય તો સવારે સ્નાન કરીને મા દુર્ગાની પૂજા કરો. આ દિવસે નખ ન કાપવા જોઇએ.

આઠમના દિવસે ફળાહાર હંમેશા એક જ જગ્યાઓ બેસીને ગ્રહણ કરવુ જોઇએ.

આઠમના દિવસે તમાકુ ખાવા અને શારિરિક સંબંધ બનાવવાથી પણ વ્રતનું ફળ નથી મળતુ.

Read Also

Related posts

વેક્સિન ન લેનારાઓની ખૈર નથી! આજથી આ જગ્યાઓ પર નહીં મળે એન્ટ્રી, સરકારે અપનાવ્યું કડક વલણ

Bansari

Insurance policy tax/ આ ખાસ પોલિસી પર મળશે 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ! 31 માર્ચ સુધી છે તમારી પાસે સમય

Damini Patel

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!