વર્તમાન સમયમાં ફોન આપણા જીવનનો એક ભાગ બની ગયો છે. દરેકને દૈનિક જીવનના કાર્યોમાં ફોનની જરૂર પડે છે. ત્યારે ઘણી વખત બિનજરૂરી કોલ્સ અને મેસેજથી મુશ્કેલીઓનું કારણ પણ બની જાય છે. ઘણી વખત કામમાં હોવાથી ઓળખાણ વગર નંબરથી આવનારા કોલ્સ પણ આપણે રિસીવ કરી લઈએ છીએ. પરંતુ બાદમાં જાણ થાય છે કે ટેલીમાર્કેંટિંગ માટે આવે છે. એવી સ્થિતિથી છૂટકારો મેળવવા Do Not Disturb એક્ટિવેટ કરાવી શકો છો. તમારું DND એક્ટિવ કરવાની સરળ રીત બતાવવામાં આવી છે.

એરટેલ યૂઝર્સ માટે DND એક્ટિવેટ કરવાની પ્રક્રિયા
યૂઝર્સે સૌ પ્રથમ એરટેલની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને મોબાઈલ સર્વિસ પસંદ કરવી પડશે. તે બાદ સ્ક્રિન પર એક પોપ-અપ બોક્સ નજર આવશે. જેમાં તમારો મોબાઈલ નંબર એડ કરવાનો રહેશે. ત્યારબાદ તમારી પાસે એક OTP આવશે. જેને એન્ટર કરવો પડશે. પછી સ્ટોપ ઓલ ઓપ્શન પર ક્લિક કરવું પડશે. અને તમારા નંબર પર DND સર્વિસ એક્ટિવેટ થશે.
BSNL ઔ MTNLમાં DND એક્ટિવેટ કરાવવાની રીત
BSNL ઔ MTNL યૂઝર્સને DND એક્ટિવેટ કરવા માટે START 0 લખી 1909 પર મેસેજ મોકલવાનો રહેશે. અને ત્યારબાદ DND એક્ટિવેટ થઈ જશે. મેસેજ મોકલવા ઉપરાંત યૂઝર 1909 પર કોલ કરીને પણ DND એક્ટિવેટ કરાવી શકે છે.

વોડાફોન આઈડિયા યૂઝર્સ આ રીતે કરી શકે છે DND સર્વિસ એક્ટિવેટ
વોડાફોન આઈડિયા યૂઝર્સને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પર પોતાનો ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવો પડશે. ત્યારબાદ અહીં આપવામાં આવેલ DND ઓપ્શન માટે YES ઓપ્શન પર ક્લિક કર્યા બાદ ફોન પર એક OTP આવશે. OTP નાખ્યાબાદ સબમિટના બટન પર ક્લિક કરવું પડશે. અને તે બાદ DND એક્ટિવેટ થઈ જશે.
રિલાયન્સ જીયો યૂઝર્સ માટે DND એક્ટિવેટ કરવાની રીત
રિલાયન્સ જીયો યૂઝર્સે MY Jio એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ MY Jio એપ પર જઈને લેફ્ટ સાઈડમાં આપવામાં આવેલ ઓપ્શન પર ક્લિક કરી સેટિંગમાં જઈ DND સિલેક્ટ કરવું પડશે. ત્યારબાદ યૂઝર્સ પાસે એક મેસેજ આવશે. જેમાં 7 દિવસમાં DND એક્ટિવેટ કરવા અંગે લખ્યું હશે.
READ ALSO
- અન્નદાતાના આંદોલનના 100 દિવસ પૂર્ણ, લોકશાહીના ઇતિહાસમાં મોદી સરકારનો વધુ એક કાળો અધ્યાય : વિપક્ષના તીખા સવાલ!
- અમદાવાદ: શાંતિવન બંગલોઝમાં સિનિયર સીટીઝન હત્યા કેસમાં સીસીટીવી આવ્યા સામે, શખ્સો વાહન પર ભાગતા પડ્યા નજરે! પોલીસ તપાસ શરૂ
- ભારત વર્લ્ડ ચેમ્પિયનશીપની ફાઈનલમાં/ ઇંગ્લેન્ડનો અમદાવાદમાં ફ્લોપ શો : ત્રીજી ટેસ્ટ બે અને ચોથી ટેસ્ટ ત્રણ દિવસમાં જ હાર્યું
- વડોદરા: બ્રેઈન ડેડ દીકરાના મોત બાદ પરિવારનું સરાહનીય કામ, 5 લોકોને મળશે જીવનદાન
- શહેરા અનાજ કૌભાંડ: જિલ્લા કલેક્ટરે હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકીંગ, સામે આવી ચોંકાવનારી વાત