ઓનલાઈન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ આપવાનું બંધ કરો નહીં તો… ઓફલાઈ સ્ટોર્સે ઠાલવ્યો રોષ

ઑફલાઈન સ્ટોર્સે નિર્ણય લીધો છે કે જો ઈલેક્ટ્રોનિક બ્રાન્ડ ઑનલાઈન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ આપવાનું અને એક્સ્લુઝિવ મૉડલ લૉન્ચ કરવાનું બંધ નહીં કરે તો તેની વિરુદ્ધ કડક પગલાં ભરશે. અમેઝોન અને ફિલ્પકાર્ટના મોટા સેલર્સે તેના પ્લેટફોર્મ પર પોતાનો સામાન વેચવાનું શરૂ કર્યું છે. જેથી સ્માર્ટફોન, કમ્પ્યુટર અને કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ પ્રૉડક્ટ્સ વેચતા ઑફલાઈન સ્ટોર્સને ઈકોમર્સ પ્લેટફોર્મ પર ડીપ ડિસ્કાઉન્ટ યથાવત્ રહેવાનનો ડર સતાવી રહ્યો છે. 

ઈ-કોમર્સમાં FDIના નવા નિયમો 1 ફેબ્રુઆરીથી લાગુ થયા પછી કેટલાક ઑનલાઈન માર્કેટપ્લેસને તેના વેચાણના નિયમોમાં ફેરફાર કરવો પડ્યો છે, પરંતુ તેમના તરફથી ફરી સસ્તા ભાવે ચીજવસ્તુનું વેચાણ શરૂ કરવામાં આવતાં ફરી ઑફલાઈન સ્ટોર્સ અને ઑનલાઈન પ્લેટફોર્મ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. સેલફોન વેચતા રિટેલર્સોએ નિર્ણય લીધો છે કે ઑનલાઈન ડિસ્કાઉન્ટ ઑફર કરનારી કોઈપણ બ્રાંડની પ્રોડક્ટસ નહીં વેચે. આઈટી પ્રોડક્ટ્સ વેચતા ઑફલાઈન સ્ટોર્સનું કહેવું છે કે તેમણે ડેલ, એચપી, લેનોવો, એસર અને આસુસ સહિતની ટૉપ બ્રાંડની પ્રોડક્ટર ઓનલાઈન રેટ પ્રમાણે જ વેચવા માટે કરાર કર્યો છે. 

ઓનલાઈન પ્લેટફોર્મને થતાં નુકસાનનો બોજ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઉઠાવે છે. દેશભરમાં ફેલાયેલા 70 હજાર આઉટલેટ્સનું પ્રતિનિધિત્વ કરતા ઓનલાઈન સ્ટોર્સના અનેક ગ્રુપને સરકારે FDI વાળી ઈ-કોમર્સ સાઈટ પર અંકુશ લગાવવાની માગ કરી હતી. તેમનું કહેવું હતું કે ઑનલાઈન પ્લેટફોર્મના ડીપ ડિસ્કાઉન્ટના કારણે તેમનું વેચાણ ઘટ્યું છે.  ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા આઈટી એસોસિએશન (FAIITA)ના સેક્રેટરી સાકેત કપૂરે કહ્યું કે, તેમને ઑફલાઈન અને ઑનલાઈન કિંમત એક સરખી રાખવા મોટી મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે કરાર કર્યો છે.

કપૂરે કહ્યું, ‘એગ્રીમેન્ટમાં ઓનલાઈન એક્સ્લુઝિવ મૉડલનો કોઈ સ્કોપ નથી અને જો મેન્યુફેક્ચરિંગ કંપનીઓ એવું કરશે તો પહેલા ઑફલાઈન વેપારીઓને ચીજવસ્તુ ઉપલબ્ધ કરાવવી પડશે જેની પાસે ફર્સ્ટ રાઈટ ઑફ રિફ્યૂઝ છે. મહત્વનું છે કે FAIITA દેશભરમાં ફેલાયેલા 30000થી વધુ આઈટી રિટેલર્સનું ગ્રુપ છે. ઑનલાઈન પ્લેટફોર્ પર ડીપ ડિસ્કાઉન્ટની સૌથી વધુ અર ઑફલાઈન સેલફોન અને કમ્પ્યુટર સ્ટોર્સને પડી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter