આપણા શાસ્ત્રોમા પણ કહ્યું છે કે, રાતના સમયે હમેંશા હળવુ ભોજન કરવું જોઈએ કારણકે, રાતના સમયે પાચનશક્તિ મંદ હોય છે અને તેના કારણે ભારે આહારનું સેવન કરવામા આવે તો તેનું યોગ્ય રીતે પાચન થઇ શકતું નથી અને પરિણામે આપણે ગંભીર બીમારીના શિકાર બનવુ પડે છે ત્યારે આજે આ લેખમાં અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવીશું કે, જેને રાતના સમયે ખાવાથી બચવુ જોઈએ.
ચીઝ : તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન મળે છે અને તેના કારણે તે ગેસ અથવા અપચાની સમસ્યા પેદા કરી શકે છે. લોકો રાત્રે પનીરના પરાઠા ખાય છે, જે એકદમ ભારે માનવામાં આવે છે. રાત્રે ખાવાથી બચવું જોઈએ.

શેકેલી માછલી : ઘણા લોકોને માછલીને શાકભાજી સાથે શેકીને રાત્રે ખાવાની ટેવ હોય છે. ભલે તેમાં પ્રોટીન સારી માત્રામાં હોય, પરંતુ ઓઈલી હોવાને કારણે તેનાથી પેટમાં પણ સમસ્યા થઈ શકે છે.
દાળ : રાત્રે દાળ ખાધા પછી તમને વારંવાર તરસ લાગી શકે છે, કારણ કે આ પ્રોટીનયુક્ત ખોરાક પચાવવા માટે તમારે વધુ પાણીની જરૂર પડે છે. જો તમે ઓછું પાણી પીશો તો તેનાથી છાતીમાં બળતરા થશે અને તમારી ઊંઘ પર પણ અસર પડશે.

માંસ : લોકો રાત્રે માંસનું સેવન કરે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. માંસમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં હોય છે અને તેને પચાવવા માટે વ્યક્તિએ વધુ પાણી પીવું જોઈએ. આમ કરવામાં નિષ્ફળ જવાથી પેટની સમસ્યાઓને કારણે ઊંઘ પર પણ અસર પડશે.
સાગ : લીલા શાકભાજીને જો દિવસ દરમિયાન ખાવામાં આવે તો તે વધુ ફાયદાકારક સાબિત થાય છે. દિવસ દરમિયાન તેને ખાવાથી પચવામાં સરળતા રહે છે કારણકે, તે દેશી ઘીમાં બનાવવામાં આવે છે. રાત્રે તેને ખાવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
Read Also
- અનેક નેતાઓ દલિતોના ઘરે જઇને ભોજન કરવાનો દેખાડો કરે છે : મલ્લિકાર્જુન ખડગે
- “આફતાબ પૂનાવાલાએ શ્રધ્ધા વોકરના હાડકાંને મિક્સરમાં પીસીને પાવડર બનાવ્યો, પછી…”: પોલીસ
- જીવીકે ગ્રુપના ઉપાધ્યક્ષે રાહુલ ગાંધીના આરોપને નકારી કાઢ્યો, “અદાણી જૂથ તરફથી કોઈ દબાણ ન હતું”
- રિઝર્વ બેન્કનો મોટો નિર્ણય / હવે વિદેશથી આવતા મુસાફરો પણ કરી શકશે UPIથી પેમેન્ટ
- વિદ્યાર્થીઓ આનંદો! CBSE બોર્ડની ધોરણ 10અને 12ની પરીક્ષા આગામી 15 ફેબ્રુઆરીથી, વિદ્યાર્થીઓના એડમિટ કાર્ડ આવ્યા