GSTV
Home » News » ધોની ‘મહાન’, તેની અને મારી તુલના ના કરશો

ધોની ‘મહાન’, તેની અને મારી તુલના ના કરશો

દિગ્ગજ ભારતીય વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીની છેલ્લી બે મેચોમાં આરામ આપવામાં આવ્યો હતો. તેમના સ્થાને રીષભ પંતને અંતિમ 11માં સમાવેશ કરવામાં આવશે. પંતની પાસે વિશ્વ કપમાં સ્થાન બનાવવા માટે સારી તક હતી. પરંતુ પંત ફ્કત બેટિંગમાં સારું પ્રદર્શન કરી શક્યા નથી, પરંતુ વિકેટની પાછળ તેમનું પ્રદર્શન સારુ રહ્યું નથી.

21 વર્ષીય ડાબોળી બેટ્સમેને બે ઈનિંગમાં ફક્ત 52 રન બનાવ્યાં. ત્યારબાદ બંને વચ્ચે તુલના થવા લાગી. શનિવારે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં પંતે કહ્યું, હું તુલના વિશે વધારે વિચારી રહ્યો નથી. એક ખેલાડી તરીકે હું ધોની પાસેથી શિખવા માગુ છું. તેઓ મહાન ખેલાડી છે. હું ઈચ્છતો નથી કે લોકો મારી તુલના કરે, પરંતુ મારી મહેચ્છાથી લોકો અટકી જવાના નથી. તો હું તેમની પાસે રહીને પોતાની રમતને સુધારવા માટે જરૂરી દરેક વસ્તુઓ શીખવા ઈચ્છુ છું.

તેમણે કહ્યું, ‘હું કોહલી અને ધોનીના અનુશાસનમાં, દબાણ લેવાની પદ્ધતિ અને બીજા લોકોની ભૂલો પરથી શીખીને પોતાની રમતને સુધારવા જેવી વસ્તુઓ શીખવા ઈચ્છુ છું. શીખવા માટે ઘણુ બધુ છે અને હું સતત તેના માટે પ્રયાસ કરી રહ્યો છું.’ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ લેગ સ્પિનર શેન વૉર્ને કહ્યું કે તેઓ વર્લ્ડ કપમાં જતી ભારતીય ટીમમાં રીષભ પંતને રાખવા માંગશે.

ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સદી ફટકારતા પહેલા ભારતીય વિકેટકીપરે કહ્યું, ‘મેં હજી વર્લ્ડ કપ અંગે વધારે વિચાર્યુ નથી, કારણકે અમે ભારતમાં રમી રહ્યાં છે અને અહીંની પરિસ્થિતિઓ ઈંગ્લેન્ડની સરખામણીએ ખૂબ અલગ રહેશે. ગયા અઠવાડિયે અમે ઓસ્ટ્રેલિયાની સામે વન-ડે સીરીઝ રમી. હવે આઈપીએલ શરૂ થવાની છે. એટલેકે અમે નિયમિત ક્રિકેટ રમી રહ્યાં છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી એડિશનની શરૂઆત 23 માર્ચથી થઈ રહી છે. પંતની ટીમ દિલ્હી કેપિટલ્સની પ્રથમ મેચ 24 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે.

READ ALSO

Related posts

જાપાનનો આ અબજોપતિ ચંદ્ર પર સાથે લઈ જવા ગર્લફ્રેન્ડની કરી રહ્યો છે શોધ, તેના માટે કાયદેસર વેકેન્સી કાઢી

Mansi Patel

શિરડી બંધનાં વિવાદને લઈને CM ઉદ્ધવ ઠાકરની મીટિંગ

pratik shah

લાખોના ખર્ચે બનાવેલ યોજના શોભાના ગાઠિયા સમાન, સાત વર્ષમાં નળમાં ધુળ જામી ગઈ પણ પાણી ના આવ્યું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!