GSTV
breaking news India News Trending

બાળકોને શાળાએ મોકલવાના નિયમો થયા તૈયાર, સ્કૂલ સાથે વાલીની પણ નકકી કરાઈ જવાબદારી

ધોરણ-1માં પ્રવેશ

એક ધોરણથી પાંચમા ધોરણના બાળકોને જ્યાં સુધી કોરોના રોગચાળો સામાન્ય ન થાય ત્યાં સુધી વર્ગો શરૂં કરવાની મંજૂરી આપવામાં નહીં આવે. છઠ્ઠાથી બારમી સુધીના વર્ગો સપ્ટેમ્બરથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. ઓનલાઇન પૂર્ણ કરાશે. દરેક વર્ગના 30 ટકા બાળકોને બે દિવસના અંતરે બોલાવવા. વધુ હોમવર્ક આપવું જોઈએ. માતાપિતાએ તેમના બાળકના સ્વાસ્થ્યની ઘોષણા કરવી પડશે.મધ્ય પ્રદેશ બાળ અધિકાર સુરક્ષા આયોગ દ્વારા કોરોના ચેપને રોકવા માટે આવા કેટલીક માર્ગદર્શિકા તૈયાર કરી ભલામણ કરવામાં આવી છે. શાળાઓમાં કોવિડ -19 ચેપ જાગૃતિ અને નિવારણ સમિતિ બનાવવી પડશે. જે કોરોના માટે કામ કરશે.

માતાપિતા માટે કડક નિયમો બનાવાયા છે

શાળા સ્વચ્છ કરવી પડશે, પીવાના પાણી અને હાથ ધોવાના પાણીની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ. હાથ ધોવાની વ્યવસ્થા કરવી પડશે. શાળાના શૌચાલયો સ્વચ્છ રાખવા દિવસમાં 2-3 વખત સાફ કરવા પડશે. બાળકો વચ્ચે બે ફૂટ બેસવાનું અંતર જાળવવું. ગણવેશ, પગરખાં અને મોજાં ફરજિયાત નહીં રાખવા. સામાન્ય કપડાં, પગરખાં અને ચંપલ પહેરીને હાજર રહી શકશે. બાળકોની સંખ્યાના આધારે, શાળાઓ બે પાળીમાં ચલાવી શકાશે. શાળામાં મહત્વપૂર્ણ વિષયોનો અભ્યાસ જ કરાવવો, અન્ય વિષયોનું હોમવર્ક આપી દેવું. મુખ્ય દરવાજા પર બાળકોનું માટે સ્ક્રીનીંગ કરીને, હાથ સાફ કરવા સેનીટાઈઝર રાખવા પડશે. ભોજન પહેલાં હાથ ધોવાનું ફરજિયાત રાખવું પડશે. દરરોજ સ્વચ્છતાના નિયમ અને પ્રમાણપત્ર વગર બસ અથવા સ્કૂલનું વાહન ચલાવા દેવાશે નહીં. બસમાં બેસવાની વ્યવસ્થા છ ફૂટ દૂર રાખવી પડશે.

Corona

બાળકો સ્વસ્થ હોય ત્યારે જ શાળાએ મોકલવાના રહેશે. બાળક સ્વસ્થ છે એવું જાહેર કરવું પડશે. શરદી અથવા અન્ય કોઈ સમસ્યા હોય તો સ્કૂલમાં મોકલવા નહીં. ગણવેશ, બેગ અને પગરખાં સ્વચ્છ રાખવા. ઘરે પહોંચતાં, કોપી-બુકને સ્પર્શ કર્યા પછી હાથને સાબુથી સાફ કરવા પડશે. માસ્ક પહેરાવીને જ બાળકોને મોકલવાના રહેશે. વાળ આંખો, મોં, નાક પર ન આવે તે રીતે બાંધવાના રહેશે. બાળકો સાથે સેનિટાઇઝર રાખવું પડશે. શાળાઓના કામગીરી માટેની માર્ગદર્શિકા તૈયાર કરી શાળા શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે. બાળકોની સલામતીને ધ્યાનમાં લેતા, આ માર્ગદર્શિકાને અનુસરવાની ભલામણ કરવામાં આવે છે.

Related posts

ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું

Hardik Hingu

Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત

Vishvesh Dave

Indian Railways / ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા જ ખોવાઈ જાય ટિકિટ તો તરત જ કરો આ કામ, મુસાફરી ન કરવા પર મળશે રિફંડ!

Vishvesh Dave
GSTV