GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

શનિવારના દિવસે આ 10 વસ્તુઓની ખરીદી ક્યારેય ન કરો

આમ તો કોઈ પણ વસ્તુના લાવવાનો  સમય નક્કી હોતો નથી, પરંતુ તે જરૂરિયાત પર આધારા રાખે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રના નિયમ પ્રમાણે   કેટલીક વસ્તુઓ શનિવારે  ન લાવવી જોઈએ. આજે એવી કેટલીક વસ્તચુઓ વિશે માહિતી મેળવીએ  . અને એ પણ જાણીએ કે તે શનિવારે ઘરમાં કેમ ન લાવવી જોઈએ.

 

લોખંડની વસ્તુઃ

ભારતીય સમાજમાં આ પરંપરા  લાંબા સમય સુધી ચાલી રહી છે.  શનિવારે લોખંડનો સામાન ન ખરીદવો જોઈએ.  એવું માનવામાં આવે છે કે શનિવારે લોખંડનો સામાન લેવાથી શનિદેવ ક્રોધિત થાય. છે.

શનિવારે લોખંડનો સામાન દાન કરવાથી  દ્રષ્ટિ નિર્મલ થાય છે. અને નુકસાનમાં ચાલી રહેલો વેપાર લાભમાં પરિવર્તિત થાય છે.  આ ઉપરાંત શનિદેવ વાહનોથી ચાલતા દુર્ઘટનાથી પણ બચાવે છે.

મીઠુઃ

મીઠું આપણા જીવનનો મહત્વનો હિસ્સો છે.   અને મીઠું ખરીદવું હોય તો  શનિવારેને બદલે બીજા દિવસે ખરીદો.  શનિવારે  મીઠું ખરીદવાથી ઘરમાં દેવું થાય છે.  અને ઘરના લોકો રોગનો ભોગ બને છે.

કાતરઃ

કાતર એવી વસ્તુ છે.  જે કપડા, કાગળ વગેરે કાપવામાં વપરાય છે.  જૂના સમયમાં કપડાના વેપારીઓ, દરજીઓ વગેરે શનિવારે નવી કાતર ખરીદતા નથી. આ દિવસોમાં ખરીદેલી કાતર તણાવ લાવે છે.

કાળા તલઃ

શિયાળાના સમયમાં  કાળા તલ શરીરને માટે ફાયદાકારક હોય છે.  અને શિયાળામાં  શરીરની ગરમીને વધારે છે.   તેમજ પૂજનમાં પણ કાલા તલનો ઉપયોગ કરવામાં આવી છે. શનિ દેવની ખરાબ દશાને  ઓછી કરવા કાળા તલનું દાન કરવું જોઈએ. અને પીપળાના વૃક્ષ પર કાળા તલ ચઢાવવા જોઈએ. પરંતુ શનિવારે કાળા તલવ ન ખરીદવા જોઈએ.

કાળા જૂતાઃ

શરીર માટે જેટલા જરૂરી વસ્ત્રો છે. તેટલા જ પગરખા પણ જરૂરી છે.   ખાસ કરીને કાળા રંગના જૂતા પસંદ કરનારા આજે ઘણ લોકો છે.  જો તમે કાળા રંગના જૂતા ખરીદે તો શનિવારે ન ખરીદો.  એવી માન્યતા છે કે શનિવારે ખરીદવામાં આવેલા જૂતા કાર્યમાં અસફળતા અપાવે છે.

જ્વલનશીલ પદાર્થઃ

રસોઈના ઇંધણ માટે માચિસ, કેરોસીન વગેરે  જ્વલનશીલ પદાર્થ જરૂરી છે.  ભારતીય સંસ્કૃતિમાં અગ્નિને દેવ માનવામાં આવે છે. અને ઇંધણની પવિત્રતા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. પરંતુ શનિવારે ઇંધણ એઠલે કે તેલ  ન ખરીદવું જોઈએ. તેનાથી પરિવારમાં મુશ્કેલી આવે છે.

સાવરણીઃ

સાવરણી ઘરમાંથી કચરો બહાર કાઢે છે.   અને ઘરને નિર્મળ બનાવે છે.  કચરો બહાર કાઢવાથી  ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે.  આથી શનિવારે  સાવરણી ન ખરીદવી જોઈએ. આમ કરવાથી ઘરમાં દ્રરિદ્રતા આવે છે.

શાહીઃ

વિદ્યા મનુષ્યને યશ અને નાણા અપાવે છે.  અને વિદ્યાને અભિવ્યક્ત કરવા માટેનું સૌથી મોટુ માધ્યમ છે  કલમ. કલમ અથવા તો પેનની ઉર્જા શાહીમાં રહેલી છે.  કાગળ, કલમ અને શાહીનો ખડિયો કે રીફિલ ખરીદવા માટે સારો દિવસ ગુરૂવાર છે. શનિવારે શાહી ન ખરીદવી જોઈએ.  એ મનુષ્યને અપયશ આપે છે.

Related posts

હાથીની હત્યા કરવા બદલ IPCની આ ધારા મુજબ મળશે સજા, લાગુ થશે આ એક્ટ

Nilesh Jethva

બગોદરા પોલીસે ચોખા ભરેલી પીકઅપ વાન ઝડપી, ચોખાની ખરીદી અંગે યોગ્ય જવાબ ન આપતા કાર્યવાહી

Nilesh Jethva

પાકિસ્તાનમાં ભારતીય ડિપ્લોમેટને પરેશાન કરવા આઇએસઆઇના માણસો કરી રહ્યા છે આવી હરકતો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!