GSTV

શું તમે પણ હજુ સુધી નથી ખરીદ્યું FASTag? તો જગ્યાએથી ફટાફટ મેળવી લો, નહીતર આ તારીખથી ભરવો પડશે પૈસા

દેશમાં 15 ફેબ્રુઆરીથી FASTag (ફાસ્ટેગ) ફરજિયાત થઈ રહ્યું છે. સરકાર ફાસ્ટેગ પર હવે વધુ છૂટ આપવાના મૂડમાં નથી. જો હવે ફાસ્ટેગ લાગુ કરવાની અંતિમ તારીખ પણ વધારવામાં આવશે નહી. સડક અને પરિવહન મંત્રાલયના મત પ્રમાણે, જે વાહનો પર FASTag લાગેલુ નથી તેમની પાસેથી 15 ફેબ્રુઆરીથી મહત્તમ શુલ્ક વસુલવામાં આવશે. જો આ તમારા વાહન પર લાગેલુ નથી તો 15 ફેબ્રુઆરીથી તમારુ ખિસ્સુ ખાલી કરવું પડશે.

લાંબી લાઈનો જોવા મળી શકે

દિવસો જોતા-જોતા નીકળી જાય છે. એવામાં 15 ફેબ્રુઆરીને આવવામાં વધારે દિવસ લાગશે નહી. અને ફરી તમારે ફાસ્ટેગ ખરીદવા માટે તેના વેચાણવાળા સ્થાન પર લાંબી લાઈનો જોવા મળી શકે છે, પરંતુ જો તમારા વાહન માટે ફાસ્ટેગ લીધુ નથી તો તેને ઘર બેઠા ઓનલાઈન પણ મગાવી શકો છો. ફાસ્ટેગ ખરીદવું ખૂબ જ સરળ છે.

અહીંયાથી ખરીદો ફાસ્ટેગ

ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI)ના મત પ્રમાણે ફાસ્ટેગને સરકારી બેન્ક, ખાનગી બેન્ક, પોસ્ટ ઓફિસ, RTO ઓફિસ, ઈ-કોમર્સ વેબસાઈટ અમેજોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ અને પેટીએમથી ખરીદી શકાય છે. પેટ્રોલ પંપથી પણ ફાસ્ટેગને ખરીદી શકાય છે. બેન્ક પાસેથી ફાસ્ટેગ લેતા સમયે એ વાતનું ધ્યાન રાખો તે, જે બેન્કમાં તમારુ ખાતન હોય તેમની પાસેથી ફાસ્ટેગ ખરીદો.

ફાસ્ટેગની કિંમત

NHAI ના મત પ્રમાણે તમે ફાસ્ટેગને કોઈપણ બેન્કમાંથી 200 રૂપિયામાં ખરીદી શકો છો. ફાસ્ટેગને તમે ઓછમાં ઓછા 100 રૂપિયાથી રિચાર્જ કરાવી શકો છો. સરકારે બેન્ક અને પેમેન્ટ વોલેટથી રિચાર્જ પર પોતાની તરફથી કેટલાક અતિરિક્ત ચાર્જ લગાવવાની છૂટ આપેલી છે.

15 ફેબ્રુઆરી સુધી રોકડ ચૂકવણી

જણાવી દઈએ કે, સરકાર ફાસ્ટેગને લાગુ કરવાની સમયમર્યાદા ઘણી વખત વધારી ચૂકી છે. વાહન માલિકોને થોડી રાહત આપતા દેશભરમાં બધા ચાર પૈંડાવાળા વાહનો માટે ફાસ્ટેગની સમયમર્યાદા 15 ફેબ્રુઆરી 2021 સુધી વધારવામાં આવી છે. આ પહેલા NHAI તરફથી કહેવામાં આવ્યું હતુ કે, 1 જાન્યુઆરીથી રોકડ ટોલ કલેક્શન બંધ થઈ જશે, પરંતુ તેની સમયમર્યાદા વધારવામાં આવી છે.

ફાસ્ટેગ અથવા રોકડ માધ્યમથી ચૂકવણી કરવામાં આવી

મંત્રાલયના આદેશ પ્રમાણે હાલમાં રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ પ્લાઝાની હાઈબ્રિડ લેનમાં 15 ફેબ્રુઆરી સુધી ફાસ્ટેગ અથવા રોકડ માધ્યમથી ચૂકવણી કરવામાં આવી શકશે. મંત્રાલયે કહ્યું કે, ટોલ પ્લાઝાની ફાસ્ટેગ લેનમાં માત્ર ફાસ્ટેગના માધ્યમથી જ ચૂકવણી સ્વીકાર કરવામાં આવશે.

2.20 કરોડથી વધારે FASTag ફાળવાયા

FASTag ને 1 ડિસેમ્બર 2017 બાદથી નવા ચાર પૈંડાવાળા વાહનો માટે રજિસ્ટ્રેશનના સમયે જ ફરજિયાત કરી દેવામાં આવ્યા હતા. આ સંપૂર્ણ નિર્ણયને લાગુ કરવા માટે સરકારે કેન્દ્રીય મોટર વાહન અધિનિયમ-1989માં સંશોધન કર્યું હતુ. ડિસેમ્બર સુધી 2.020 કરોડથી વધારે FASTag ફાળવવામાં આવી ચૂક્યા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે, કોવિડ-19ના કારણે લોકો કોન્ટેક્ટ લેસ ટ્રાંજેક્શનને વધારે પસંદ કરી રહ્યા છે.

FASTagથી ટોલ કનેક્શન વધ્યું

24 ડિસેમ્બરથી આખા દેશભરમાં FASTag નું બંપર ટ્રાજેક્શન થયુ. નેશનલ પેમેંટ્સ કોર્પોરેશન ઓફ ઈંડિયા (NPCI)એ જણાવ્યું છે કે, નેશનલ ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન (NECT) પ્રોગ્રામની હેઠળ આ પ્રથમ વખત હતું જ્યારે એક દિવસમાં ફાસ્ટેગથી 80 કરોડ રૂપિયાથી વધારે ટોલ કલેક્શન થયું. 24 ડિસેમ્બર 2020ના એક દિવસમાં 50 લાખથી વધારેનું ફાસ્ટેગ ટ્રાંજેક્શન થયું.

READ ALSO

Related posts

અમદાવાદ રિઝલ્ટ/ 36માંથી 20 બેઠક ભાજપને ફાળે, કોંગ્રેસનો સફાયો, વિરમગામમાં હાર્દિકનો પાટીદાર પાવર ના ચાલ્યો

Bansari

એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..

pratik shah

મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!