GSTV
Gujarat Government Advertisement

જો પોરબંદરમાં ફટાકડાના સ્ટોલમાં આગ લાગે તો નવાઈ નહીં, કારણ કે અહીંયા ગેરકાયદે…

Last Updated on November 2, 2018 by

તાજેતરમાં સુત્રાપાડા અને ડીસામાં શહેરના ગીચ વિસ્તારમાં ફટાકડાનો જથ્થો સળગ્યો હતો અને વિસ્ફોટ થયા હતા. ત્યારે આવી જ કોઇ ઘટના પોરબંદર ખાતે સર્જાય તો નવાઇની વાત નથી. કારણકે પોરબંદરમાં પણ ગેરકાયદે ધમધમતી ફટાકડાની હાટડીઓ છે પોરબંદરમાં એક બે નહીં પરંતુ અનેક જગ્યાઓએ આવી જ રીતે ફટાકડાનો અઢળક સ્ટોક કરાયોછે.

ગેરકાયદે ફટાકડાનો વેપલો કરાઇ રહ્યો છે. વાણીયાવાળ વિસ્તારમાં જલારામ ફટકાડા, ધરમપુર મુકામે આશાપુરા ફટાકડા નામે ચાલતા યુનિટમાં કોઇપણ જાતની જરૂરી ફાયર સેફ્ટી નથી. ત્યારે જિલ્લા કલેકટર તંત્રએ આ બાબતેકોઇ કાર્યવાહી કરી નથી. આ અંગે પૂછવામાં આવતા તપાસના આદેશ અપાયા છે તેવી વાત કરી છે.

પોરબંદર હોય કે ગુજરાતના બીજા કોઇ શહેર આવી જ રીતે ગેરકાયદે ફટાકડાનો વેપલો ધમધમતો જોવા મળતો હોય છે. યોગ્ય ફાયર સેફ્ટીની સુવિધાના અભાવે ક્યારેક મોટી ઘટનાઓ સર્જાતી હોય છે. ત્યારે આ વખતે તંત્ર શું પગલા લેશે કે પછી હપ્તા લેવાની જૂની સિસ્ટમ સાથે દિવાળીનો પર્વ આમ જ નીકળશે.

Gujarat Government Advertisement

Related posts

શરમ કરો/ ઓક્સિજનના અભાવે સૌથી વધુ મોત થયા છે એ દિલ્હીમાં ભાજપે કહ્યું જરૂર કરતાં 4 ગણી કરાઈ ડિમાન્ડ, કેજરીવાલ પર ઢોળ્યો દોષનો ટોપલો

Damini Patel

Live બુલેટિનમાં એન્કરનું ઉભરાઈ આવ્યું પગાર ના મળવાનું દર્દ, રાઘવાયેલી ચેનલે ગણાવ્યો પી-ક્લાસ

Pritesh Mehta

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!