GSTV

અહીં ભૂલથી પણ ન કરતા દાદાગીરી કારણ કે ‘ચકલી’ અને ‘કબૂતર’ છે અહીંના દાદા

Last Updated on February 26, 2020 by pratik shah

પોલીસ પર જીવલેણ હુમલાનાં ગંભીર ગુનામાં ધરપકડ થયા બાદ જેલમાંથી માનસિક બીમારીનું બહાનું કાઢીને જામીન પર છૂટેલા લીંબાયતના માથાભારે શખ્સ નરેન્દ્ર ઉર્ફે કબૂતરે ગત મોડી રાત્રે ચકલી સહિત તેના અન્ય સાગરીતો સાથે મળીને યુવાન પર ચપ્પા વડે જીવલેણ હુમલો કર્યો હતો. લીંબાયતનાં 36 વર્ષીય ધર્મેશ ભાસ્કરભાઈ પાટીલ પાંડેસરા ખાતે આવેલી જીઆઇડીસીમાં લુમ્સનાં કારખાનામાં નોકરી કરે છે. ગતરાત્રીનાં રોજ અંદાજીત સાડા દસ ક્લાકે તે ગલીના નાકે ઉભો હતો. ત્યારે એક્ટીવા ઉપર નરેન્દ્ર ઉર્ફે કબૂતર સખારામ પાટીલ હર્ષલ, જગદીશ ઉર્ફે બંટી ઉર્ફે ચકલી ભારત પાટીલ, અજય ઉર્ફે અજ્જુ ભાઈદાસ સીરસાઠે સહિતનાં માથા ભારે શખ્સો ત્યાં પહોંચી ગયા હતા. અને તેમનાં વાહનો ધર્મેશ પાસે પાર્ક કરી દીધા હતા.

કબૂતરે ગત મોડી રાત્રે ચકલી સહિત તેના અન્ય સાગરીતો સાથે મળીને યુવાન પર ચપ્પા વડે જીવલેણ હુમલો કર્યો

ત્યાર બાદ નરેન્દ્ર ઉર્ફે કબૂતરે પૂછયું હતું કે તું મને ઓળખે છે, હું કોણ છું ? બાદમાં ગાળો આપતા તે અંગે ટકોર કરાતા ધર્મેશને છાતી અને પગમાં ચપ્પુના ત્રણ ઘા મારી દેવાયા હતા. અજયે ધર્મેશને પકડી રાખતા જગદીશ ઉર્ફે ચકલીએ પણ કમરના ભાગે ચપ્પુ માર્યું હતું.હુમલો કરીને ચારેય ફરાર થઇ ગયા બાદ લિંબાયત પોલીસમાં ફરિયાદ નોંધાવાતા જગદીશ ઉર્ફે બંટી ઉર્ફે ચકલી ભારત પાટીલ અને હર્ષલની ધરપકડ થઇ છે.

જૂની અદાવત હોવાનું પોલીસ માની રહી છે

માથાભારે નરેન્દ્ર ઉર્ફે કબૂતર પોલીસ ઉપર જીવલેણ હુમલાના ગુનામાં ધરપકડ બાદ જેલમાંથી માનસિક બીમારીનું બહાનું કાઢી ત્રણ માસ પહેલા જ જામીન ઉપર છૂટયો હતો. ઈજાગ્રસ્ત ધર્મેશનો ભાઈ સન્ની અગાઉ જુગારધામ ચલાવતો હતો. આથી હુમલા પાછળ કોઈ જૂની અદાવત હોવાનું પોલીસ માની રહી છે. વધુ તપાસ પીઆઇ વી.એમ.મકવાણા કરી રહ્યા છે.

READ ALSO

Related posts

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari

સાચવીને રહેજો / કોરોનાનું ત્રણ ગણું જોખમ વધારી શકે છે આ ગંભીર બીમારી, દર્દીઓની થઇ જાય છે આવી હાલત

Dhruv Brahmbhatt

વિનાશ: સ્પેનમાં 50 વર્ષ બાદ ફાટ્યો ખતરનાક જ્વાળામુખી, અમેરિકાથી લઈને કેનેડા સુધી સુનામીની એલર્ટ, 10 હજાર લોકો કરાયા શિફ્ટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!