GSTV
Astrology Life Trending

કચરો કાઢતી વખતે ન કરો આ ભૂલો, નાખુશ થશે મા લક્ષ્મી

હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર, સાવરણીમાં દેવી લક્ષ્મી વાસ કરે છે, તેથી જે ઘરમાં લોકો ઝાડુનું અપમાન કરે છે, ત્યાં કયારેય પણ ઘનલાભ થતો નથી. સાવરણી ઘરનો કચરો સાફ કરે છે. એટલું જ નહીં, કચરાને ગરીબીનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે જે ઘરમાં સ્વચ્છતા હોય છે, ત્યાં ધન-સંપત્તિ અને સુખ-શાંતિ હંમેશા રહે છે કારણ કે ગંદા ઘરની અંદર ગરીબીનો વાસ હોય છે, એટલે કે ધનની દેવી લક્ષ્મી તે ઘરમાં ક્યારેય બિરાજમાન થતા નથી.

આ સિવાય સાવરણી સાથે જોડાયેલી કેટલીક એવી વાતો પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવી છે, જેને અનુસરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તો ચાલો જાણીએ એ કઈ કઈ બાબતો છે જેનું તમારે અને આપણે બધાએ પાલન કરવું જોઈએ. જો ભૂલથી સાવરણી તમારા પગને સ્પર્શી જાય તો તમારે તરત જ દેવી લક્ષ્મીની માફી માંગવી જોઈએ. આ સિવાય જ્યારે તમે ઘરમાં સાવરણીનો ઉપયોગ ન કરો તો તેને આંખોથી દૂર રાખવી જોઈએ. સૂર્યાસ્ત પછી ભૂલથી પણ ઘરમાં કચરે ન વાળવો જોઈએ કારણ કે કહેવાય છે કે સાંજે કચરો વાળવાથી ઘરમાં આર્થિક સમસ્યા આવી શકે છે.

આ સિવાય ક્યારેય સાવરણીને ઉભી ન મુકવી જોઈએ, એવું માનવામાં આવે છે કે સાવરણી ઉભી રાખવાથી ઘરમાં મુશ્કેલીઓ આવે છે. બહુ જૂની સાવરણી ઘરમાં ન રાખવી જોઈએ. સાવરણીને બહાર પણ ન ફેંકવી જોઈએ અને તેને બાળવી પણ ન જોઈએ કારણ કે આમ કરવાથી ઘરમાં ગરીબી આવવા લાગે છે. કોઈપણ પ્રાણીને ક્યારેય પણ સાવરણી વડે મારીને ભગાડવું ન જોઈએ.

આ સિવાય જો પરિવારનો કોઈ સભ્ય ઘરની બહાર કોઈ કામ માટે જાય તો તેના ગયા પછી તરત જ ઘરની કચરો ન વાળવો. પૂજાઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં સાવરણી અને ડસ્ટબીન ક્યારેય ન રાખવા જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વધે છે. જો તમે સાવરણી બદલવાનું વિચારી રહ્યા છો તો તમારે શનિવારે જ સાવરણી બદલવી જોઈએ. મા લક્ષ્મીની કૃપા કાયમ રહે તે માટે ઘરના મુખ્ય દરવાજાની પાછળ નાની સાવરણી લટકાવવી શુભ માનવામાં આવે છે.

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

5 જૂન સોમવારનું પંચાંગ, જાણો દિવસ-રાતના શુભ ચોઘડિયાં

Vushank Shukla
GSTV