દર ગુરુવારે કરો આ સરળ કામ, ક્યારેય ખાલી નહી થાય ખિસ્સુ

astrology Thursday

જ્યોતિષ શાસ્ત્ર પણ સકારાત્મક અને નકારાત્મક ઊર્જાને માન્યતા આપે છે. સકારાત્મક ઊર્જામાં વધારો થાય એટલે સમસ્યાઓ દૂર થાય અને જીવનમાં શાંતિ વધે. આ જ રીતે ઘરનું વાતાવરણ શાંત અને શુદ્ધ રહે એટલે ઘરમાં સમૃદ્ધિ વધે છે, બીજા શબ્દોમાં કહીએ તો ઘરમાં લક્ષ્‍મીનો વાસ થાય છે.

 હવે ઘરમાં લક્ષ્‍મીનો વાસ થાય અને તે પણ સ્થાયી રહે તે માટે જરૂરી છે કે ઘરમાં એવું વાતાવરણ જળવાઈ રહે જેમાં લક્ષ્‍મી માતાને સ્થાયી વાસ કરવો ગમે અને આ કામ ત્યારે જ થાય જ્યારે ઘરમાં સાફ-સફાઈ અને ચોખ્ખાઈ હોય. ઘરમાં ચોખ્ખાઈ હશે તો લક્ષ્‍મીજીની કૃપા સદા તમારા પર રહેશે.

આ ઉપરાંત લક્ષ્‍મી પ્રાપ્તિ માટે આ ઉપાય પણ કરવો. સપ્તાહના દર ગુરુવારે સવારે વહેલા પથારીનો ત્યાગ કરી અને ઘરની સાફ-સફાઈ કરવી. ત્યારપછી એક પાત્રમાં થોડું પાણી લઈ તેમાં મહાલક્ષ્‍મી માતાનું સ્મરણ કરી અને હળદર ઉમેરવી અને તેનો છંટકાવ ઘરના દરેક રૂમમાં કરવો. પાણી છાંટતી વખતે મહાલક્ષ્‍મી માતાનો કોઈપણ મંત્ર બોલવો. દર ગુરુવારે આ ઉપાય કરવો, ઉપાય શરૂ કરશો એટલે ત્રણ જ સપ્તાહમાં તમને આર્થિક સ્થિતીમાં સુધારો જોવા મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter