GSTV
Home » News » આ રીતે બીન્સ વેક્સથી ઘરે જ કરો વેક્સિંગ, બસ ખાસ ધ્યાનમાં રાખો આ ત્રણ વાત

આ રીતે બીન્સ વેક્સથી ઘરે જ કરો વેક્સિંગ, બસ ખાસ ધ્યાનમાં રાખો આ ત્રણ વાત

ત્વચા પરના અણગમતા વાળને દૂર કરવા આમ તો અનેક રીત યુવતીઓ અપનાવે છે. પરંતુ તેમાંથી સૌથી ઉત્તમ રસ્તો વેક્સિંગ છે. મોટાભાગની યુવતીઓ વેક્સ કરાવવા પાર્લર જાતી હોય છે.

પાર્લરમાં વેક્સ કરાવવાથી રિઝલ્ટ તો સારું મળે છે પરંતુ તેમાં ખર્ચ પણ થાય છે. જ્યારે ઘરે વેક્સિંગ કરવું ઝંઝટનું કામ બની જાય છે. ઘરે વેક્સ કરવામાં ક્યારેક સારું રિઝલ્ટ પણ મળતું નથી. તેવામાં જો તમને એવો કોઈ રસ્તો મળે કે જેનાથી તમારો ખર્ચ બચી જાય અને રિઝલ્ટ પણ પાર્લર જેવું મળે તો? તો ચાલો તમને જણાવીએ વેક્સિંગના આ રસ્તા વિશે.

બીન્સ વેક્સ

બીન્સ વેક્સ માર્કેટમાં એક પેકેટમાં બીન્સ તરીકે મળશે. આ કારણે જ તેને બીન્સ વેક્સ કહેવામાં આવે છે. તેને સરળતાથી અપ્લાય કરી શકાય છે. સાથે જ તે બીન્સ ફોમમાં હોવાથી તેને સાચવવું પણ સહેલું હોય છે. 

આ રીતે કરવું તૈયાર

બીન્સ વેક્સને પણ નોર્મલ વેક્સની જેમ ગરમ કરવાનું હોય છે. બીન્સ વેક્સને ગરમ કરવા માટે માર્કેટમાં મશીન મળે છે. તેમાં જરૂર હોય તેટલું વેક્સ લઈ તેને ગરમ કરી ઉપયોગમાં લેવાનું હોય છે. જો મશીનનો ખર્ચ ન કરવો હોય તો તમે બાઉલમાં પણ વેક્સ ગરમ કરી શકો છો.

અપ્લાય કરવાની રીત 

બીન્સ વેક્સનો ઉપયોગ સામાન્ય વેક્સ જેટલો જ સરળ છે. વેક્સ ગરમ થઈ જાય તો તેનું થિક લેયર સ્કિન પર પાથરી દેવું. થોડીવાર તેને રાખવું અને ત્યારપછી હાથથી જ તેને સાફ કરી લેવું. જી હાં આ વેક્સમાં તમને સ્ટ્રાઈપની જરૂર પડશે નહીં. 

બીન્સ વેક્સ વિશે જાણવા જેવું

  • બીન્સ વેક્સ હાર્ડ વેક્સ છે. એટલે તેનો ઉપયોગ ડીપ રુટેડ વાળમાં પણ કરી શકો છો.
  • બીન્ક વેક્સ ચહેરા તેમજ બિકની લાઈન સુધી કરી શકાય છે.
  • શરૂઆતમાં તેનો ઉપયોગ મુશ્કેલ લાગશે પરંતુ એકવાર આદત પડી ગઈ તો તમે અન્ય કોઈ વેક્સનો ઉપયોગ કરશો નહીં.

Read Also

Related posts

ઉદ્ધવ ઠાકરે પુત્ર આદિત્ય સાથે પીએમ મોદીને મળ્યા, મુલાકાત અંગે રહસ્ય અકબંધ

Nilesh Jethva

Facebook યુઝર્સને આપી રહી છે કમાણીની તક, બસ કરવુ પડશે આ સરળ કામ

Ankita Trada

ડોનાલ્ડ ટ્રમ્પના ભવ્ય કાર્યક્રમના જંગી ખર્ચને લઇને સરકાર સામે ઉઠ્યા સવાલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!