GSTV
Home » News » ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ રમવા એક સાથે કોલકાતા નહીં જાય ટીમ ઈંડિયા, ખાસ છે કારણ

ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટ રમવા એક સાથે કોલકાતા નહીં જાય ટીમ ઈંડિયા, ખાસ છે કારણ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઉપકપ્તાન અજિંક્ય રહાણે શુક્રવારે બાંગ્લાદેશ સામે રમાનારી દિવસ-રાતની ટેસ્ટ મેચ માટે સૌથી પહેલા કોલકાત્તા પહોંચ્યા હતા. બાંગ્લાદેશ અને ભારતની ટીમ 22 નવેમ્બરથી કોલકાત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં પહેલી વાર દિવસ-રાતની ટેસ્ટ મેચ રમશે, જેમાં ગુલાબી રંગનો ઉપયોગ થશે.

ડે-નાઈટ માટે બાંગ્લાદેશના ઝડપી બોલરો માટે ખાસ તૈયારી

સ્થાનીય ટીમ મેનેજર સમ્રાટ ભૌમિકે પીટીઆઈને જણાવ્યું કે કોહલી અને રહાણે મંગળવારે સવારે 9 વાગ્યા અને 40 મિનિટની આસપાસ પહોંચ્યા હતા. જ્યારે બાકી રહેલી ટીમ પછી જશે. જણાવીએ કે હજુ સુધી એ નક્કી નથી કે કેપ્ટન કોહલી ઈડન ગાર્ડન્સ જઈને પિચનું નિરિક્ષણ કરશે કે નહીં.

ટીમોના આગમનની જાણકારી આપતા ભૌમિકે જણાવ્યું કે કોહલી અને રહાણે ઉપરાંત રોહિત શર્મા બુધવારે, જ્યારે મોહમ્મદ શમી અને ઉમેશ યાદવ તે દિવસે સવારે નવ વાગ્યાને 35 મિનિટ પર કોલકાત્તા પહોંચશે. ત્રીજો બોલર ઈશાંત શર્મા મંગળવારે રાત્રે 10 વાગ્યાને 45 મિનિટ પર અને બાકી રહેલી ટીમ બાંગ્લાદેશ ટીમ સાથે મંગળવારે બપોરે 12.30 વાગે પહોંચશે.

Read Also

Related posts

દેશની સૌથી મોટી ઓટો કંપનીએ ગાડીઓ પર આપ્યું જોરદાર ડિસ્કાઉન્ટ, ગ્રાહકોને થશે હજારો રૂપીયાનો ફાયદો

Ankita Trada

નિર્ભયા મામલો: સગીર હોવાના દાવાવાળી અરજી પર 20 જાન્યુઆરીએ સુનવણી કરશે સુપ્રિમ કોર્ટ

Mansi Patel

વિશ્વમાં સૌ પ્રથમ આ ટેકનોલોજીનો અમદાવાદમાં થશે ઉપયોગ, ઈમરજન્સી સેવામાં થશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!