GSTV
Home » News » સરકારી કર્મચારીઓને DMનો આદેશ, જાણો કહ્યું શું….

સરકારી કર્મચારીઓને DMનો આદેશ, જાણો કહ્યું શું….

સરકારી કર્મચારીઓને મન ફાવે તેવા કપડાં પહેરીને ઓફિસમાં આવે તો તેમને રોકવા છત્તીસગઢના બીજાપુર જિલ્લા કલેક્ટરે આદેશ જારી કર્યો છે. જિલ્લા અધિકારીએ તેમના આદેશમાં કહ્યું કે, સરકારી કર્મચારી ટી-શર્ટ, જીન્સ અને ચમકતાં કપડાં પહેરીને ઓફિસ આવી શકશે નહીં. તેમણે કહ્યું કે, નિયમો મુજબ સરકારી કર્મચારીઓએ ડિસેન્ટ કપડાં પહેરવા જોઈએ.

બીજાપુરના ડીએમ કેડી કુંજમે સરકારી કર્મચારીઓ માટે આ સખ્ત નિયમ લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આદેશમાં લખાયું છે કે, નિયમ અનુસાર સરકારી કર્મચારીઓએ એવા કપડાં પહેરીને ઓફિસમાં આવવું જોઈએ કે જેનાથી તેમના શિષ્ટતા દેખાય. આદેશમાં કહેવાયું છે કે, જો આ આદેશનું પાલન કરવામાં આવે નહીં તો તેવા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરાંત ડીએમે ચોથા વર્ગના કર્મચારીઓને પણ ચેતવણી આપી આપી છે અને કહ્યું છે કે, ઓફિસમાં ગણવેશમાં ઉપસ્થિત રહે. ડીએમના આદેશમાં કહેવાયું છે કે, કર્મચારીઓને ભથ્થુ મળવા છતાં તેઓ યોગ્ય ડ્રેસ કોડ પહેરતા નથી, જેનો સખ્તાઈથી પાલન થવું જોઈએ.

READ ALSO

Related posts

રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો, વીર સાવરકર Tweet મામલે તપાસનો આદેશ અપાતા ખળભળાટ

Riyaz Parmar

રાજકોટ: જેતપુરના DYSP ભરવાડનું ધરપકડ વોરન્ટ ઇશ્યૂ , રૂપિયા 8 લાખ ની લાંચ કેસમાં છે ફરાર

Riyaz Parmar

ક્રુડ ઓઈલમાં આવેલા ઉછાળાથી મંદીમાં ફસાયેલા ઓટો ઉદ્યોગ પર માર

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!