સવર્ણોને આર્થિક દ્રષ્ટીએ 10 ટકા અનામત આપવાના કેન્દ્રના નિર્ણયને મદ્રાસ હાઈકોર્ટમાં પડકાર મળી છે. ડીએમકેએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી કરતા કેન્દ્ર સરકારના નિર્ણયને બંધારણની વિરુદ્ધનો ગણાવ્યો છે. 22 પેજની અરજીમાં ડીએમકેએ 10 પોઈન્ટમાં પોતાની વાતને સ્પષ્ટ કરી છે. સવર્ણોને આર્થિક રી તે અનામત આપવા સંબંધિત બિલને સંસદમાં પાસ કરાવતા પહેલા જ ડીએમકેએ આ બિલને ફગાવી દીધુ હતુ.
સંસદમાં પણ ડીએમકે સાંસાદ એમ.કે. કનિમોઝીએ વિરોધ દર્શાવ્યો હતો.તેમજ વોટિંગ સમયે વોક આઉટ કર્યો હતો. માત્ર ડીએમકે જ નહી પણ 10 જાન્યુઆરીએ દિલ્હીની સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સવર્ણોને આર્થિક દ્રષ્ટીએ 10 ટકા અનામત આપવાના નિર્ણનો વિરોધ કરતા તેને બંધારણિય પડકાર આપ્યો છે. અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.
READ ALSO
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી