GSTV
Home » News » દ્રવિડ નેતા બોલ્યા: આ દેશ માત્ર હિન્દીભાષી રાજ્યોનો નથી,કેન્દ્ર ભેદભાવ કરશે તો જોયા જેવી થશે

દ્રવિડ નેતા બોલ્યા: આ દેશ માત્ર હિન્દીભાષી રાજ્યોનો નથી,કેન્દ્ર ભેદભાવ કરશે તો જોયા જેવી થશે

લોકસભા ચૂંટણીઓમાં પોતાની પાર્ટીનાં સારા પ્રદર્શનથી ઉત્સાહિત દ્રમુક નેતા એમકે સ્ટાલિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આકરા તેવર બતાવ્યા છે.સ્ટાલિને કહ્યું કે આ દેશ માત્ર હિન્દીભાષી રાજ્યોનો નથી.લોકસભા ચૂંટણીમાં તમામ રાજ્યોને એકસરખી રીતે જોવું જોઇએ.કોઇને પણ નજરઅંદાજ ન કરવા જોઇએ.

લોકસભા ચૂંટણીમાં ભાજપે હિન્દી ભાષી રાજ્યો મધ્યપ્રદેશ,ઉત્તર પ્રદેશ,રાજસ્થાન અને ગુજરાત જેવા રાજ્યોમાંથી લગભગ તમામ લોકસભા સીટો જીતી છે. તેમજ દ્રમુકે તમિલનાડુની 39 સીટોમાંથી 23 સીટો જીતી છે. ભાજપ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. 2014માં દ્રમુક એક પણ બેઠક નહોતી જીતી. તેમજ ભાજપ એક સીટ જીતી શક્યું નથી. આ વખતે તમિલનાડુમાં દ્રમુકે કોંગ્રેસ સહિત અન્ય પ્રાદેશિક પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યુ હતું. આ ગઠબંધને 39માંથી 37 લોકસભા સીટો જીતી છે.

ભાજપ વિરૂદ્ધ અન્યા રાજ્યોમાં પણ આ જ પેટર્ન આપનાવવામાં આવશે

એમકે સ્ટાલિને પોતાનાં પાર્ટી કાર્યકરોને ખુલ્લો પત્ર લખ્યો છે.જેમાં તેમણે જણાંવ્યું છે કે તેમની પાર્ટી અન્ય રાજ્યોમાં પણ પ્રાદેશિક પાર્ટીઓ સાથે મળીને ભાજપને ટક્કર આપશે. પાર્ટીએ જે રણનીતિ સાથે તમિલનાડુમાં ચૂંટણી લડી છે. અન્ય રાજ્યોમાં પણ ભાજપ સામે આ ફોર્મ્યુલા અપનાવીને આગળ વધશું. સ્ટાલિને જણાંવ્યું કે હવે એ દિવસો ગયા કે જ્યાં માત્ર હિન્દીભાષી રાજ્યોને જ ભારત ગણવામાં આવતું હતું.

હિતોની સુરક્ષા માટે સંસદમાં દ્રમુક અવાજ ઉઠાવશે

દ્રમુક પ્રમુખ સ્ટાલિને જણાંવ્યું કે આવનારો સમય દરેક રાજ્યો માટે સકારાત્મક રાજનિતીનો છએ. હવે કોઇ પણ રાજ્ય સાથે ભેદભાવ નહિં કરી શકે.કેન્દ્રમાં જે પાર્ટી સત્તા પર રહેશ, તેનાં માટે જરૂરી છે કે તે એક પણ રાજ્ય સાથે ભેદભાવ ન રાખે. જનતાનાં હિતોની રક્ષા કરવા માટે સંસદ અને રાજ્ય વિધાનસભામાં દ્રમુક હમેશા અવાજ ઉઠાવતો રહેશે.

READ ALSO

Related posts

વિશ્વનો આ દેશ પ્રવાસીઓથી કંટાળ્યો, ટુરીસ્ટ અટકાવવા મોટો નિર્ણય લઇ સૌને ચોંકાવ્યા

Riyaz Parmar

રાજ્યમાં દારૂબંધીના લીરેલીરા ઉડ્યા, નવસારીમાં રેલવે સ્ટેશને ટ્રેનમાં દારૂની હેરાફેરી કરતો પરિવાર ઝડપાયો

Path Shah

લો બોલો ! બિહારમાં ચમકી તાવના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રીને મેચનો સ્કોર જાણવામાં રસ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!