GSTV

દિલ્હી: યમુના નદીના જળસ્તરમાં ધરખમ વધારો, કાંઠા વિસ્તારમાં પુરની શક્યતા વધી

Last Updated on July 30, 2021 by pratik shah

દિલ્હીમાં યમુના નદીના જળસ્તરમાં ધરખમ વધારો થયો છે. જેના કારણે કાંઠા વિસ્તારમાં પુરની શક્યતા વધી છે. યમુનાનુ જળસ્તર ખતરાના નીશાનની  નજીક પહોંચ્યુ છે. સવારે યમુના નદીનુ લેવલ ર૦પ. ૧૭ મીટરે પહોંચી હતી.ઉપરવાસમાં હથનીકૂંડમાંથી પાણી છોડવાને કારણે નદીની સપાટી સતત વધી રહી છે.

દિલ્હીમાં યમુના નદી ફરી એક વખત ડેન્જર ઝોનમાં

હરિયાણાના હથિની કુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે દિલ્હીમાં યમુના નદી ફરી એક વખત ડેન્જર ઝોનમાં છે. યમુના નદીનું જળ સ્તર સતત વધી રહ્યું છે. યમુના નદી હાલ જોખમના નિશાનની નીચે પણ વોર્નિંગ લેવલથી ઉપર વહી રહી છે. યમુના નદીમાં જળ સ્તર વધવાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વર્તાવા લાગ્યું છે. દિલ્હીમાં ગાઢ વાદળો છવાયેલા છે અને હવામાન વિભાગે યમુનાને અડીને આવેલા વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે.

લાખો ક્યુસેક પાણી દિલ્હી બાજુ આવી રહ્યું છે

છેલ્લા 2 દિવસથી યમુનાનગરના હથિનીકુંડ બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. લાખો ક્યુસેક પાણી દિલ્હી બાજુ આવી રહ્યું છે. યમુનાના વધી રહેલા જળ સ્તરને ધ્યાનમાં રાખીને લોખંડનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ દિલ્હીમાં યમુનાનું જળ સ્તર 205.17 મીટર પર છે. જે ચેતવણી સ્તર 204.50 મીટરને પાર કરી ગયું છે. જોકે હજુ જોખમના સ્તર 205.33 મીટરથી 16 સેમી નીચે છે.  જ્યાં સુધી દિલ્હીમાં યમુનામાં જળ ભરાવાની વાત છે તો તમામ એજન્સીઓ તેના પર નજર રાખી રહી છે. જો સ્થિતિ ગંભીર થઈ તો યમુનાના કિનારે વસેલા અન્ય કેટલાક વિસ્તારોને ખાલી કરાવવામાં આવી શકે છે. આ તરફ પ્રશાસન રાહત અને બચાવનું કામ સંભાળી શકે છે.

READ ALSO

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!