GSTV
Home » News » કોંગ્રેસને વધુ એક આંચકો: ડીકે શિવકુમારને 1 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

કોંગ્રેસને વધુ એક આંચકો: ડીકે શિવકુમારને 1 ઓક્ટોબર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા

કોંગ્રેસનાં કદાવર નેતા ડિકે શિવકુમારને મની લોન્ડ્રિંગ કેસમાં 14 દવિસની પોલીસ કસ્ટડી પુર્ણ થયા બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જો કે ડિકે શિવકુમારને જેલ મોકલવાનો નિર્ણય કરતા પહેલા કોર્ટે તેમનાં સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરવાનાં આદેશ આપ્યા છે.

જો મેડિકલ રિપોર્ટમાં એવું જાણવા ળશે કે તેમની સ્થિતી જેલ મોકલવા લાયક નથી તો પછઈ તેમને હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવશે. મેડિકલ તપાસ માટે આરએમએલ હોસ્પિટલમાં લઇ જવાયા છે. રૌઝ એવન્યુ કોર્ટમાં આવતીકાલે ડિકે શિવકુમારની જામીન અરજી પર સુનાવણી કરાશે.

મંગળવારે રૌઝ એવન્યૂ કોર્ટમાં એન્ફોર્સમેેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ડિકે શિવકુમારને 14 દિવસની પોલીસ કસ્ટડી પૂર્ણ થયા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. ઇડીએ કોર્ટ સામે શિવકુમારને રજૂ કરતી વેળા બે અરજી દાખલ કરી હતી. જેમાં એક તેમને જેલ મોકલવાની અરજી અને બીજી જેલમાં પણ શિવકુમારની પુછપરછ કરવાની મંજૂરી માગવાની હતી. ઇડીએ જણાંવ્યું કે 14 દિવસમાં શિવકુમારની તબિયત ખરાબ હોવાને કારણે તેમની બરોબર પુછપરછ થઇ શકી નથી. તેથી જેલમાં પણ પુછપરછ કરવી જરૂરી છે.

ઇડીનું કહેવું છે કે ડિકે શિવકુમારને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવે. અમે રોજ પુછપરછ પહેલા શિવકુમારને મેડિકલ ચેકઅપ માટે લઇ જતા હતાં. તેમનાં આરોગ્ય સંબંધી તમામ જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવ્યું. તેમની ખરાબ તબિયતને કારણે અણે સારી રીતે પુછપરછ પણ કરી શક્યા નથી.અમારે મજબૂત સાક્ષીઓ અને પુરાવા સામે તેમની રજૂ કરવા છે.

READ ALSO

Related posts

આવતીકાલે રિઝલ્ટ છે ત્યારે મહારાષ્ટ્રના આ સીએમ આ મહાદેવના શરણે પહોંચ્યા, પૂજા અર્ચના કરી નમાવ્યું શીશ

Bansari

આજે રિઝલ્ટ : શિવસેના અને અલ્પેશ ઠાકોરનું ભવિષ્ય નક્કી કરશે, કોંગ્રેસ હારી તો આ નેતાઓનું પદ ખતરામાં

Karan

અમદાવાદ મહાનગરપાલિકાની માસીક સાધારણ સભા યોજવામાં આવી, રોગચાળો મુખ્ય મદ્દો રહ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!