GSTV
Others Sports Trending

કોરોનાની વેક્સિન ન લેવી આ ટેનિસ સ્ટારને પડી ભારે, યુએસ ઓપનમાંથી થઇ ગયો બહાર

યુએસ

કોરોનાની વેક્સિન ન મૂકાવી હોવાથી યોકોવિચ યુએસ ઓપન ગુમાવશે. યુએસ ઓપનના ડ્રો યોજાય તે પહેલા જ યોકોવિચે ખસી જવાનો નિર્ણય લીધો હતો. કોરોનાની રસી ન મૂકાવી હોવાથી યોકોવિચને અમેરિકામાં પ્રવેશ મળ્યો નહતો. જેના કારણે ન્યૂ યોર્કમાં યોજાનારી સિઝનની આખરી ગ્રાન્ડ સ્લેમમાં તેને રમવા નહીં મળે. સર્બિયાના ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર યોકોવિચે ચાલુ વર્ષે જ વિમ્બલ્ડન ટાઈટલ જીતવાની સાથે કારકિર્દીનું ૨૧મું ગ્રાન્ડ સ્લેમ જીત્યું હતુ. આમ છતાં તે સૌથી વધુ ૨૨ ગ્રાન્ડ સ્લેમ જીતવાના નડાલના રેકોર્ડ કરતાં એક ટાઈટલ પાછળ છે. યોકોવિચને નડાલના રેકોર્ડની બરોબરી કરવાની તક ૨૯મી ઓગસ્ટથી શરૃ થઈ રહેલી યુએસ ઓપનમાં હતી.

યુએસ

અમેરિકામાં કોઈ પણ વિદેશીને કોરોનાની વેક્સિન વિના પ્રવેશ મળતો નથી. અમેરિકાના સેન્ટર ફોર ડિસીસ કન્ટ્રોલ અને પ્રિવેન્શને અગાઉ જાહેરાત કરી હતી કે, તેઓ અમેરિકામાં પ્રવેશવા માટે ફરજીયાત વેક્સિનેશનના નિયમને હળવો કરશે. જોકે હજુ આ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નહતી. વધુમાં યોકોવિચને વિશિષ્ટ કિસ્સામાં છૂટછાટ આપવામાં આવી નહતી. યોકોવિચે છેલ્લે સુધી રાહ જોઈ હતી. જોકે અમેરિકાએ તેના કોરોના વેક્સિનેશનના નિયમમાં ફેરફાર ન કરતાં આખરે તેને યુએસ ઓપનમાં પ્રવેશ મળ્યો નહતો.

યુએસ ઓપનના ઓફિશિઅલ પોસ્ટરમાં પણ યોકોવિચની તસવીર નહતી. આ સાથે બધાને અપક્ષા હતી કે, યોકોવિચ યુએસ ઓપનમાં રમવાનો નથી. નોંધપાત્ર છે કે, ચાલુ વર્ષના પ્રારંભે યોકોવિચે વેક્સિન ન મૂકાવી હોવાથી તેને ઓસ્ટ્રેલિયામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ કારણે તે ઓસ્ટ્રેલિયન ઓપન રમી શક્યો નહતો. નડાલે ઓસ્ટ્રેલિયન ઓપન અને ત્યાર બાદ ફ્રેન્ચ ઓપન જીતીને સૌથી વધુ ૨૨ ગ્રાન્ડ સ્લેમનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

Read Also

Related posts

ભારતીય અમીરો કરી રહ્યા છે વિદેશમાં પલાયન, વર્ષ 2022માં 8 હજારથી વધુ કરોડપતિઓએ દેશ છોડ્યોઃ પલાયન મામલે ટોપ 3 દેશોમાં સામેલ

HARSHAD PATEL

લોકો પથારીમાં ઘૂસીને ઉર્ફીના ફોટા જોઈ રહ્યા છે પરંતુ તે પોતાની કારકિર્દી બનાવી રહી છે, ઉર્ફીના નિવેદન પર ચેતન ભગતે આપી આ પ્રતિક્રિયા

HARSHAD PATEL

પાચનથી લઈને વજન ઘટાડવામાં ગોળ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે

Kaushal Pancholi
GSTV